જુઓ ભુતાનના સંસદ ભવનમાં નરેન્દ્ર મોદીની 'Oops Movement!'

નરેન્દ્ર મોદીએ સોમવારે ભુતાન સંસદની અંદર ભુતાન દેશને સંબોધિત કરવાને બદલે 'નેપાળ' દેશને સંબોધિત કરી દીધું હતું. જોકે તેમને જ્યારે પોતાની આ ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે ખૂબ જ સહજતાપૂર્વક પોતાની આ ભૂલને સુધારી પણ લીધી. ટ્વિટર પર અહીં સુધી વ્યંગ ચાલી રહ્યા છે કે નરેન્દ્ર મોદી 18 કલાક કામ કરે છે અને તેમને હવે ખૂબ જ આરામ કરવાની જરૂર છે.
નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા વિદેશી પ્રવાસ દરમિયાન એક મોટી ભૂલ કરી દીધી પરંતુ તેની સાથે ઘણું સારું પણ કર્યું. મોદીએ ભુતાન અને ભારતના સંબંધોને મજબૂત કરવા માટે ઘણા સાર્થક પગલા ભરવામાં આવ્યા છે. આ પગલાઓમાંથી પહેલા સૌથી મોટું પગલું એ છે કે ભારત અને ભુતાનની વચ્ચે ઊર્જા ક્ષેત્રોમાં એક નવો ચિલો ચાતરવામાં આવશે. જેને બંને દેશો મળીને આરંભ કરશે. આની સાથે મોદીએ એ પણ જણાવ્યું કે ભુતાનને તમામ જરૂરિયાતની સાધન-સામગ્રી ભારત મોકલશે.
મોદીએ કરી ભૂલ જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
