For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 મહિનામાં 40 લાખ ઘટી ગઇ મોદીની સંપત્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર મહિનામાં ગરીબ થઇ ગયા છે. તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. ગત ચાર મહિનાની તુલનામાં નરેન્દ્ર મોદીની સંપત્તિ 40 લાખ ઓછી થઇ ગઇ છે. ચાર મહિનામાં નરેન્દ્ર મોદીની સંપત્તિમાં લગભગ 40 લાખ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં તેમની કુલ સંપત્તિ 1.66 કરોડ રૂપિયાની હતી, પરંતુ ઓગષ્ટમાં ઘડીને 1.26 કરોડ રૂપિયા રહી છે.

વારાણસીમાં લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે પોતાની સંપત્તિનું વિવરણ આપ્યું હતું. આ વિવરણ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ 1.66 કરોડ રૂપિયા હતી. હવે ઓગષ્ટમાં તેમની કુલ સંપત્તિ લગભગ 40 લાખ રૂપિયા ઘડીને 1.26 કરોડ રૂપિયા રહી ગઇ છે. તમને જણાવી દઇએ કે ગઇકાલે પીએમઓ દ્વારા વડાપ્રધાન અને મંત્રીમંડળના અન્ય 44 સભ્યોને સંપત્તિની જાહેરાત કરવામાં આવી હતી.

modi2

આ બધી જાણકારી પીએમઓની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. જ્યાં વડાપ્રધાનની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે તો તેની પાછળ મોટી કારણ નાની બાળકીઓના કલ્યાણ માટે આપવામાં આવેલું દાન છે. તમને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદી મે 2014માં અમદાવા છોડતાં પહેલાં ત્યાં કાર્યરત ડ્રાઇવરો અને પટાવાળાઓની છોકરીઓના કલ્યાણ માટે 21 લાખ રૂપિયાનું દાન કર્યું હતું.

English summary
The Prime Minister's Office has disclosed new details that show Prime Minister Narendra Modi's assets have come down by Rs 40 lakh since his last declaration in April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X