For Quick Alerts
For Daily Alerts
PM, સોનિયા કાશ્મીર ઘાટીના પ્રથમ રેલ લિંકનું ઉદઘાટન કરશે
શ્રીનગર, 26 જૂન : આજે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી જમ્મુ - કાશ્મીરને દેશના રેલ માર્ગ સાથે સાંકળતા પ્રથમ રેલ લિંકનું જમ્મુ ખાતે ઉદઘાટન કરવાના છે. આ રેલ લિંકને કારણે હવે કોઇ પણ ઋતુમાં જમ્મુ - કાશ્મીર દેશના અન્ય રાજ્યો સાથે સંકળાયેલો રહેશે.
કાશ્મીરવાસીઓનું વર્ષો જુનું સપનું સાકાર કરવા માટે પીએમ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી કાશ્મીર ઘાટીમાં બનિહાલથી કાજીકુંડની વચ્ચે રેલ ટનલનું ઉદ્ધાઘન કરવાના છે.
આજે રેલ લાઇનના ઉદઘાટન પ્રસંગે વડા પ્રધાન અને સોનિયા ગાંધી 18 કિલોમીટર લાંબા માર્ગ પર ચાલનારી ટ્રેનને લીલી ઝંડી આપશે. આજે 26 જૂનના ઉદ્ઘાટન બાદ 27 જૂનથી આઠ ડબ્બાવાળી આ ટ્રેન બનિહાલથી બારામૂલા વચ્ચે નિયમિત રીતે શરૂ થશે. આ ટ્રેન સવારે સાત વાગીને દસ મિનિટે બનિહાલથી જ્યારે સાત વાગીને પાંત્રીસ મિનિટે બારામૂલાથી નીકળશે. તે રોજના પાંચ ફેરા કરશે.
આ ટ્રેન માર્ગને બનાવવાનો કુલ ખર્ચ રૂપિયા 1,691 કરોડ થયો છે. કાશ્મીર જવા ઈચ્છુક સહેલાણીઓને આ સેવા મળતા પ્રવાસન ઉદ્યોગને પણ મોટું પ્રોત્સાહન મળવાની આશા સ્થાનિક લોકો સેવી રહ્યા છે.