For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબૂક પર સીએમ યોગી વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ, યુવકની ધરપકડ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરવાને કારણે એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરવાને કારણે એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે આ યુવકે મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરી હતી. ત્યારપછી આગ્રા પોલીસ સાયબર સેલે તેની ધરપકડ કરી લીધી. મળતી જાણકારી અનુસાર યુવકનું નામ વિનીત પ્રતાપ સિંહ છે અને તે માસ કોમ્યુનિકેશનનો વિધાર્થી છે. પોલીસે તેના ઘરેથી તેની ધરપકડ કરી છે.

yogi adityanath

વિનીત પ્રતાપ સિંહ વિરુદ્ધ પોલીસે આઇટી એક્ટ 67 હેઠળ કેસ નોંધી લીધો છે. આરોપ છે કે વિનીતે 11 જુલાઇએ મુખ્યમંત્રી વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરી હતી. ખરેખર લખનવના રહેવાસી અસદ સીદીકીએ 11 જુલાઇએ ફેસબૂક પર મુખ્યમંત્રીની એક આપત્તીજનક ફોટો પોસ્ટ કરી હતી. જેના પર કુલ 6 લોકોએ દિલ્હી, આગ્રા, કાનપુર અને ઇટાવાથી કમેન્ટ કરી હતી.

આ ઘટનાની જાણકારી મળ્યા પછી એસપી અમિત પાઠકે આ મામલે રકાબગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો અને સાયબર સેલને આખા મામલે જાંચ કરવા માટે કહ્યું. મામલાની જાંચ કરી રહેલા પોલીસ અધિકારી અમિત કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિનીત એક સારા પરિવારથી આવે છે, પરંતુ તેને મુખ્યમંત્રી વિરુદ્ધ કમેન્ટ કરી હતી જે ભડકાવ હતી. તેને કમેન્ટ કરવા માટે ઉર્દુ ફોન્ટ નો ઉપયોગ કર્યો હતો જેથી ફેસબૂક યુઝર અને પોલીસને ગુમરાહ કરી શકાય. તેના આ પોસ્ટ પર સ્થાનીય લોકોએ આપતી દર્શાવી હતી. પોલીસે વિનીતનો ફોન જપ્ત કરી લીધો છે. પરંતુ હજુ સુધી બાકીના આરોપીની ધરપકડ નથી કરવામાં આવી.

English summary
Police arrest a man for objectionable comment against CM Yogi Adityanath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X