For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો : FIR નોંધવી પોલીસ માટે અનિવાર્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્દેશ કરતા જણાવ્યું કે પોલીસે અનિવાર્યપણે પોલીસ સ્ટેશનમાં આવનાર તમામ સંજ્ઞાન લેનાર ગૂનાની પ્રાથમિકી (એફઆઇઆર) નોંધવી પડશે. એફઆઇઆર નહીં નોંધનાર પોલીસ અધિકારી સામે સખત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી. સતશિવમની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે જણાવ્યું છે કે કોઇ પોલીસ અધિકારી કોઇપણ સંગીન અપરાધની પ્રથમ સૂચના રિપોર્ટ(FIR) નોંધવામાં અસફળ રહેશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય ન્યાયાધીશે પીઠની તરફથી જણાવ્યું કે કાનૂનનો ઉદ્દેશ્ય ગૂનાઓની પ્રાથમિકી નોંધવાની કાર્યવાહીને અનિવાર્ય બનાવવાની છે. સંગીન અપરાધોની શ્રેણીમાં એવા અપરાધ આવે છે, જેના માટે અપરાધીને ત્રણ વર્ષની અથવા તેનાથી વધારે સજા થઇ શકે છે, અને તપાસકર્તા અધિકારી આરોપીની વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે.

supreme court
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા એવું બનતું કે જ્યારે પણ કોઇ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા જતો તો પોલીસ અધિકારીઓ તેમને સમજાવીને અરજી દાખલ કર્યા વગર જ તેને ત્યાંથી રવાના કરી દેતા. પરંતુ હવે એવું બનશે નહી. કારણ કે જો કોઇ પોલીસ અધિકારીએ એફઆઇઆર નોંધવામાં આનાકાની કરી તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, અહી સુધી એ અધિકારીને સસ્પેન્શન પણ ભોગવવું પડી શકે છે.

English summary
The Supreme Court Tuesday said that it is mandatory for the police to register FIR if a complainant approaches it for the registration of a cognizable offence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X