For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી પ્રાચીન માનવીનું અસ્તિત્વ ચંદીગઢ પાસે!

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 21 ફેબ્રુઆરીઃ ફ્રાંસ અને ભારતના પુરાતત્વવિદોઓની એક સંયુક્ત ટીમ માનવીના અવશેષનુ વિશ્લેષણ(તપાસ) કરશે. જેમાં એશિયાના સૌથી પ્રાચીન માનવીના અસ્તિત્વની જાણકારી ચંદીગઢથી 20 કિ.મી દૂર એક ગામમાં મળીછે. ફ્રેન્ચ એમ્બેસેડર ફ્રાન્સિસ રિચરે કહ્યું છે કે, પુરાતત્વવિદોઓની ટૂકડી ચંદીગઢથી 20 કિ.મી દૂર માનવીના અવશેષ પર કામ કરી રહ્યાં છે, જે અંદાજે બે મિલિયન વર્ષ પૂર્વેનો હોય છે.

French-Ambassador-Francois-Richier
તેમણે કહ્યું, ‘ખોદકામનું કામ પૂર્ણ થઇ ગયું છે, ટીમ હવે માનવીના અવશેષ પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કામ કરશે અને જો તારણ સાચું ઠરશે તો કદાચ સૌથી પ્રાચીન માનવ અવશેષ એશિયામાં મળ્યા તેમ કહેવાશે.' જો કે તેમણે કહ્યું કે, હજું એ અંગેની પૃષ્ટિની રાહ જોવાઇ રહી છે. ફ્રાન્સ અને ભારતની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં કામ કરી રહી છે, જોકે તેઓ આગામી ચાર વર્ષ સુધી એ સ્થળનું નામ જાહેર નહીં કરે. તેમણે કહ્યું કે, આ એક રસપ્રદ નવી પ્રગતિ હશે.

નોંધનીય છે કે એમ્બેસડરે આ પહેલાં હરિયાણાના ગવર્નર જગન્નાથ પહડિયા, પંજાબ ગવર્નર શિવરાજ વી પાટિલ, હરિયાણાના મુખ્યમંત્રી ભુપિન્દર સિહં હૂડા અને પંજાબ એન્જીનીયરિંગ કોલેજ એન્સ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરૅક્શન કર્યું હતું. ફ્રાન્સ અને ભારત વચ્ચે સાંસ્કૃતિક શિક્ષણ સંદર્ભે એન્જીનીયરિંગ કોલેજ અને યુનિવર્સિટી સાથે નવા એમઓયુ કરવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે, 350 ફ્રેન્ચ કંપની ભારતમાં ઓપરેટ થાય છે, જેમાં 2.5 લાખ પ્રતિભાશાળી કર્મચારીઓ છે.

English summary
A joint team of archaeologists from France and India are analysing the remains of human beings, belived to be the oldest in Asia, found from a region some 20 km from Chandigarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X