કોંગ્રેસના ષડયંત્રનો શિકાર બની છું હું : સાધ્વી પ્રજ્ઞા

Posted By:
Subscribe to Oneindia News

માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જામીન મળ્યા પછી પહેલી વાર મીડિયા સાથે એક પ્રેસકોન્ફર્સ કરી હતી. જેમાં એટીએસ અને કોંગ્રેસ પર તેમણે ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેને સમાપ્ત કરવા માટે કાવતરું કર્યું હતું. વધુમાં તેણે હાલની સરકારની ન્યાયની માંગણી કરી હતી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે વધુમાં મુંબઇ એટીએસ પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને શારિરીક અને માનસિક રીતે એટીએસ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો છે. સાથે તેણે કહ્યું કે હું નિર્દોષ છું.

shadhvi praya

કોંગ્રેસ પર નિશાન તાકી તેમણે કહ્યું હતું કે ભગવો આંતકવાદ કોંગ્રેસની દેન છે. નોંધનીય છે કે 2008ના માલેગાંવ વિસ્ફોટની આરોપી તેવી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને બોમ્બે હાઇકોર્ટે સશર્ત જમાનત આપી છે. એનઆઇએ દ્વારા સાધ્વીને ક્લિન ચીટ આપ્યા પછી જ કોર્ટે સાધ્વી પ્રજ્ઞાની જામીન અરજી પર મોહર લગાવી છે. જામીન માટે સાધ્વીને 5 લાખ રૂપિયાની દંડ રૂપે આપવા પડશે અને સાથે જ તમામ તારીખો દરમિયાન હાજર રહેવું પડશે.

Read also : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન

English summary
Pragya thakur say congress conspired against me. Read more on this here.
Please Wait while comments are loading...