For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Interview: ભાઇ પ્રહલાદ બોલ્યા કે મોદી સાથે સંબંધ ખરાબ નથી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચ: છેલ્લા 13 વર્ષોમાં પોતાના વડાપ્રધાન ભાઇ નરેન્દ્ર મોદી સાથે માત્ર ત્રણ વાર મુલાકાત કરી શકનાર પ્રહલાદ મોદી પોતાના મોટા ભાઇની સાથે સારા સંબંધોથી આશાન્વિત છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે દેશમાં તેમના જેવી સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) દુકાનદારોને આવી રહેલી મુશ્કેલીઓનો નરેન્દ્ર મોદી સરકાર ઉકેલ લાવવામાં આવશે.

પ્રહલાદ મોદી(64) નરેન્દ્ર મોદીથી બે વર્ષ નાના છે. તેઓ નવી દિલ્હીમાં અખિલ ભારતીય સ્વચ્છ મૂલ્ય વિક્રેતા મહાસંઘ તરફથી રાશનના દુકાનદારોની દુર્દશાને ઉજાગર કરવાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા છે.

પ્રહલાદ એઆઇએફપીએસડીએફના ઉપાધ્યક્ષ છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના વ્યાપારના સિલસિલામાં અથવા સ્વચ્છ મૂલ્ય દુકાનદારોના પ્રદર્શનને નેતૃત્વ આપવા માટે હંમેશા દિલ્હી આવતા રહે છે. પરંતુ તેઓ નમસ્કાર કહેવા માટે પણ 7, રેસ કોર્સ રોડ સ્થિત વડાપ્રધાનના સરકારી રહેઠાણમાં પણ નથી જતા.

ફોન પર નથી થતી વાત
પ્રહલાદ મોદીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું કે 'અમે ફોન પર પણ સતત વાતચીત નથી કરતા, પરંતુ અમારા સંબંધો સારા છે. છેલ્લા 13 વર્ષોમાં મેં મોટા ભાઇ સાથે માત્ર ત્રણવાર મુલાકાત કરી છે, કારણ કે તેમણે 70માં જ પરિવારને ત્યજી દીધો હતો અને દેશના કલ્યાણ માટે તેમણે પોતાની જીંદગી સમર્પિત કરી દીધી. તેમની સાથે ત્યારે પણ મુલાકાત ન્હોતી થઇ જ્યારે તેઓ વડાપ્રધાન તરીકે શપથ લેવા જતા પહેલા માતાજીના આશિર્વાદ લેવા ગાંધીનગર આવ્યા હતા.'

એવું પૂછાતા કે વડાપ્રધાનના ભાઇ હોવાની રૂહે તેઓ કોઇ સુવિધા ભોગી રહ્યા છે, જેના જવાબમાં પ્રહલાદભાઇએ જણાવ્યું કે 'હું એક દુકાનદાર છું, વડાપ્રધાનના સગા ભાઇ હોવા છતા પણ કોઇ વિશેષાધિકાર અથવા સુવિધા નથી ભોગતો. હા પ્રોટોકોલ હેઠળ મને સુરક્ષા આપવામાં આવી છે.'

મને વ્યક્તિગત લાભની ભૂખ નથી
અમદાવાદમાં સ્વચ્છ મૂલ્યની દુકાન ચલાવનાર પ્રહલાદભાઇએ જણાવ્યું કે 'નરેન્દ્ર મોદીના ભાઇ હોવા છતાં મને કોઇ વ્યક્તિગત લાભની ભૂખ નથી. મારા માતા-પિતાએ મને અને પરિવારના અન્ય સભ્યોને એવા સાંસ્કૃતિક મૂલ્યો આપ્યા છે. જેનાથી અમે અમારી શક્તિ પર વિશ્વાસ રાખીએ છીએ.'

વડાપ્રધાનની પત્ની અને નિવૃત્ત શાળા શિક્ષિકા જશોદાબેન મહેસાણા જિલ્લાના ઊંજા ગામમાં રહે છે. તેમની મુલાકાત અંગે પૂછતા તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેક ક્યારેક મળે છે.

પ્રહદાદ ભાઇએ જણાવ્યું કે 'અમારો પરિવાર નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનની સાથે સારો એવો સંબંધ ધરાવે છે. તેઓ પોતાના ભાઇની સાથે ઊંજામાં રહે છે.' છ ભાઇ બહેનોમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબર પર આવે છે. ત્રણ ભાઇ અમદાવાદમાં રહે છે અને એક ગાંધીનગરમાં રહે છે.

પ્રહલાદ મોદીનું ઇન્ટરવ્યૂ વાંચો સ્લાઇડરમાં...

ફોન પર નથી થતી વાત

ફોન પર નથી થતી વાત

પ્રહલાદ મોદીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું કે 'અમે ફોન પર પણ સતત વાતચીત નથી કરતા, પરંતુ અમારા સંબંધો સારા છે.

મને વ્યક્તિગત લાભની ભૂખ નથી

મને વ્યક્તિગત લાભની ભૂખ નથી

અમદાવાદમાં સ્વચ્છ મૂલ્યની દુકાન ચલાવનાર પ્રહલાદભાઇએ જણાવ્યું કે 'નરેન્દ્ર મોદીના ભાઇ હોવા છતાં મને કોઇ વ્યક્તિગત લાભની ભૂખ નથી.

ફોન પર નથી થતી વાત

ફોન પર નથી થતી વાત

છેલ્લા 13 વર્ષોમાં મેં મોટા ભાઇ સાથે માત્ર ત્રણવાર મુલાકાત કરી છે, કારણ કે તેમણે 70માં જ પરિવારને ત્યજી દીધો હતો અને દેશના કલ્યાણ માટે તેમણે પોતાની જીંદગી સમર્પિત કરી દીધી.

મને વ્યક્તિગત લાભની ભૂખ નથી

મને વ્યક્તિગત લાભની ભૂખ નથી

વડાપ્રધાનની પત્ની અને નિવૃત્ત શાળા શિક્ષિકા જશોદાબેન મહેસાણા જિલ્લાના ઊંજા ગામમાં રહે છે. તેમની મુલાકાત અંગે પૂછતા તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેક ક્યારેક મળે છે.

ફોન પર નથી થતી વાત

ફોન પર નથી થતી વાત

વડાપ્રધાનના ભાઇ હોવાની રૂહે તેઓ કોઇ સુવિધા ભોગી રહ્યા છે, જેના જવાબમાં પ્રહલાદભાઇએ જણાવ્યું કે 'હું એક દુકાનદાર છું, વડાપ્રધાનના સગા ભાઇ હોવા છતા પણ કોઇ વિશેષાધિકાર અથવા સુવિધા નથી ભોગતો.

English summary
Brother of Prime Minister Narendra Modi, Prahlad Modi said that there is no internal conflict between them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X