For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરોધઃ છાત્રો માટે પ્રિયંકા ચોપડાએ કહ્યુ, દરેક અવાજ ભારતમાં બદલાવ માટે કામ કરશે

હાલમાં જ CAA મુદ્દે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કર્યુ અને પોતાનુ મંતવ્ય જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા એક્ટ સામે શરૂ થયેલ વિરોધ પ્રદર્શન પૂર્વોત્તર રાજ્યો બાદ હવે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચી ગયુ છે. ગુરુવારે સુધારાયેલ નાગરિકતા એક્ટ અને એનઆરસીના વિરોધમાં ડાબેરી પક્ષોએ ભારતનુ બંધનુ આહ્વાન આપ્યુ છે. વળી, બિહારમાં ડાબેરી પક્ષોના આ બંધને આરએસએસપી,વીઆઈપી, એચએએમ અને પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટીનુ પણ સમર્થન છે. ગુરુવારે સવારથી જ બંધની અસર દેખાવા લાગી છે. વળી, બંધના કારણે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બિહારની રાજધાની પટનામાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી કરી દેવામાં આવી છે.

આખા દેશમાં ચાલુ છે ઉગ્ર પ્રદર્શન

આખા દેશમાં ચાલુ છે ઉગ્ર પ્રદર્શન

વળી, આ ગંભીર મુદ્દે દરેક સામાન્યથી ખાસ લોકો પોતાનુ મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વિરોધના કારણે જામિયા વિવિમાં હિંસા થઈ હતી. પોલિસના વ્યવહાર માટે દેશના જાણીતા વિશ્વવિદ્યાલયોના છાત્રોએ પણ જામિયા અને એએમયુના છાત્રોનુ સમર્થન કર્યુ છે.

‘દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે'

હાલમાં જ આ મુદ્દે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કર્યુ જેમાં તેમણે કહ્યુ કે દરેક અવાજ સાંભળવામાં આવે છે અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે. પીસીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે દરેક બાળક માટે શિક્ષણ આપણુ સપનુ છે, શિક્ષણ જ સ્વતંત્ર રીતે વિચાર કરવા માટે કાબિલ બનાવે છે. આપણે તેમને અવાજ ઉઠાવવા માટે મોટા કર્યા છે. એક સ્વતંત્ર લોકતંત્રમાં, શાંતિથી અવાજ ઉઠાવવો અને તેનુ હિંસામાં ભળવુ અયોગ્ય છે. દરેક અવાજની ગણતરી થાય છે અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે.

આ પણ વાંચોઃ હવે ઘરમાં રાખેલા સોના પર પણ સરકારની નજર, આ યોજનામાં થશે ફેરફારઆ પણ વાંચોઃ હવે ઘરમાં રાખેલા સોના પર પણ સરકારની નજર, આ યોજનામાં થશે ફેરફાર

વાયરલ થયુ પ્રિયંકાનુ ટ્વિટ

વાયરલ થયુ પ્રિયંકાનુ ટ્વિટ

પ્રિયંકાનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. અમુક લોકોએ પ્રિયંકા ચોપડાની વાતનુ સમર્થન કર્યુ છે, તો અમુક લોકોએ પીસીની વાતથી અસંમતિ દર્શાવી છે.

English summary
Priyanka Chopra has issued a statement in relation to protests over the Citizenship (Amendment) Act in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X