For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના વચનો નિભાવે પાકિસ્તાન: એન્ટની

|
Google Oneindia Gujarati News

a k antony
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: રક્ષામંત્રી એ.કે એન્ટનીએ શુક્રવારે જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર તણાવ તો ઓછો થઇ ગયો છે, પરંતુ ભારત ત્યાંસુધી ચોક્સાઇમાં ઢીલાસ નહી રાખે જ્યા સુધી એનો વિશ્વાસ નહી થાય કે પાકિસ્તાન તરફી વચનો પાળવામાં આવી રહ્યા છે.

એન્ટનીએ જણાવ્યું કે સેન્ય સંચાલન મહાનિદેશક સ્તર પર ઘણી વાર્તાઓ બાદ નિયંત્રણ રેખા પર તણાવ ઘણો ઓછો થઇ ગયો છે. એન્ટનીએ જણાવ્યું કે અમે શાંત નહી બેસી શકીએ અને અમારે 24 કલાક તૈયાર રહેવું પડશે. કારણે માત્ર વચનો જ પૂરતા નથી. અમે ઇચ્છીએ છીએ કે આ વચનોને અમલમાં લાવવામાં આવે.

એન્ટનીએ જણાવ્યું કે અમારે રાહ જોવાની છે અને જોતા રહેવાનું છે, તથા ત્યાસુધી કડક પગલા ભરતા રહેવાનું છે જ્યા સુધી અમને લાગશે નહી કે પાકિસ્તાન પોતાના વચનો પ્રમાણે વર્તન કરી રહ્યું છે અને તેનો અમલ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નિયંત્રણ રેખાની પાસે 8 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની સૈનિકો દ્વારા બે ભારતીય જવાનોની હત્યા કર્યા બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો. અને એક ભારતીય જવાનનું શિર કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને દેશોની સરહદો પર તણાવ વધી ગયું હતું.

English summary
Defence Minister A.K. Antony on Friday talked tough, and said that promises made by Pakistan must be translated into sincere action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X