• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14 વર્ષનો છોકરો રાતના 3 વાગ્યા સુધી PUBG રમ્યો, સવારે લટકતી મળી લાશ

By Staff
|

કોટાઃ PUBG MObile ગેમે વધુ એક બાળકનો જીવ ભરખી લીધો છે. તાજા મામલો રાજસ્થાનના કોટાનો છે, જ્યાં 14 વર્ષના એક કિશોરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફાંસી લગાવતા પહેલા તે પબજી ગેમ રમી રહ્યો હતો. પરિજનોએ જણાવ્યું કે કિશોરે ત્રણ દિવસ પહેલા જ પબજી ગેમ ડાઉનલોડ રકી હતી અને સતત રમી રહ્યો હતો. આત્મહત્યા કરી તે રાતે પણ તે 3 વાગ્યા સુધી પબજી રમ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબ્જામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આપઘાત કરી લીધો

આપઘાત કરી લીધો

રેલવે કોલોની પોલીસ સ્ટેશનના પ્રભારી હંસરાજ મીણાએ જણાવ્યું કે કિશોર 9મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના પિતા સેનામાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે શનિવારે સવારે કિશોરે બેડરૂમમાં જ ફાંસી લગાવી લીધી હતી. જણાવી દઇએ કે તમિલનાડુના મૂળનો આ પરિવાર કોટાના ગાંધીનગર વિસ્તારમાં રહેતો હતો. રેલવે કલોની પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે કિશોરે પોતાની માતાના ફોનમાં પબજી ગેમ ડાઉનલોડ કરી હતી, જે બાદ તે સતત પબજી ગેમ રમી રહ્ય હતો. તેમણે જણાવ્યું કે કિશોર રાતના ત્રણ વાગ્યા સુધી રૂમમાં પબજી રમી રહ્યો હતો, જેમાં તેનો એક ભાઇ અભ્યાસ પણ કરી રહ્યો હતો. જે બાદ તે બાજુના રૂમમાં ઉંઘવા ચાલ્યો ગયો.

પબજીને કારણે અગાઉ પણ મૃત્યુ થયાં છે

પબજીને કારણે અગાઉ પણ મૃત્યુ થયાં છે

રવિવારે સવારે પરિજનોએ કિશોરની લાશ લટકતી જોઇ. કિશોરને તરત નીચે ઉતારી તેને એમબીએસ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધો. જણાવી દઇએ કે પબજી ગેમના કારણે અગાઉ પણ કેટલાય સુસાઇડ કેસ સામે આવી ચૂક્યા છે. પબજી એટલે કે પ્લેયર અનનોંસ બેટલગ્રાઉન્ડ સાઉથ કોરિયાની કંપની બ્લૂહોલની સહાયક કંપની પબજી કોર્પોરેશન દ્વારા તૈયાર કરવમાં આવેલી ઓનલાઇન ગેમ છે. આ ગેમને એક સાથે કેટલાય પ્લેટફોર્મ પર રમી શકાય છે. નવ ફેબ્રુઆરી 2018થી ભારતમા લોન્ચ થયેલ આ ગેમે ભારતીય યુવાઓને પોતાના દિવાના બનાવી દીધા છે.

છોકરીએ કુવામાં છલાંગ લગવી દીધી હતી

છોકરીએ કુવામાં છલાંગ લગવી દીધી હતી

જણાવી દઇએ કે હાલમાં જ કોટા જિલ્લાના રામગંજમંડી કસ્બામાં મોબાઇલને લઇ એક કિશોરીએ કુવામાં છલાંગ લગાવી દીધી હતી. મોબાઇલ ફોન વધુ વાપરવા બદલ તેની મમ્મીએ છોકરીને વઢી હતી. આ વાત પસંદ ના આવતાં છોકરીએ કુવામાં કૂદી આપઘાત કરી લીધો. હવે મોબાઇલ પર ગેમ રમતા બાળકે ફાંસીના ફંદે લટકી ગયો. આ ઘટના કંપાવી મૂકે તેવી છે. મધ્ય પ્રદેશમાં પબજી ગેમની લતને પગલે એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. જણાવી દઇએ કે વિદ્યાર્થીના મોબાઇલનું ઇન્ટરનેટ સમાપ્ત થઇ ગયું હતું. તેણે પોતાની મમ્મીને રિચાર્જ કરાવવા કહ્યું. માએ ઓછા પૈસા હોવાનું જણાવી રિચાર્જ કરવાની ના પાડી દીધી, જે બાદ વિદ્યાર્થીએ ફાંસી લગાવી લીધી હતી.

યુપીમાં પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે

યુપીમાં પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે

અગાઉ ઉત્તર પ્રદેશના મથુરામાં યુવકે રૂમમાં લાગેલા પંખામાં ફંદો લગાવી ફાંસી ખાઇ લીધી હતી. યુવક પબજી રમતો હતો અને પિતાએ તેનો મોબાઇલ છીનવી લીધો હતો. રાતે પ્રત્યુષ શર્મા પોતાના રૂમમાં ઉંઘવા ચાલ્યો ગો હતો. સવારે ઘણો સમય થઇ ગયો છતાં તે બહાર ના આવતાં પરિજનોએ અવાજ લગાવ્યો, પરંતુ અંદરથી કોઇ પ્રતિક્રિયા ના આવી. દરવાજો ખખડાવવા પર પણ અવાજ ના આવતાં પરિજનોને શક થયો. છોકરાએ આપઘાત કરી લીધો હોવાનું માલૂમ પડતાં પરિજનોની ચીખ નીકળી ગઇ હતી.

બાળકોના સ્વાસ્થ્ય અને દિમાગ પર ખરાબ અસર પાડે છે પબજી

બાળકોના સ્વાસ્થ્ય અને દિમાગ પર ખરાબ અસર પાડે છે પબજી

દેશમાં યુવાઓ અને બાળકો વચ્ચે પબજી ગેમનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. દેશમાં આ ગેમનેરવા માટે મહિલાઓથી લઇ યુવાઓ પણ આમાં પાછળ નથી હટતા. જેને પગલે આ કેટલીય જગ્યાએ સમસ્યા બની ગઇ છે. પબજી ગેમના કારણે ચોરી અને હત્યાઓ જેવી ઘટનાઓ પણ વધવા લાગી છે. જ્યારે બાળકો અભ્યાસ અને બીજા બાળકો સાથે રમવાનું છોડી આ ગેમમાં ડૂબી ગયા છે અને પબજીની ખરાબ લત તેમના સ્વાસ્થ્ય અને દિમાગ પર ખરાબ અસર નાખી રહી છે.

India-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરે

English summary
pubg mobile game caused another death, 14 year old hang himself
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more