For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાં: કંઈક મોટું કરવાની તૈયારીમાં ભારત, પાકિસ્તાનમાં ખલબલી

પુલવામાં હુમલા પછી ભારતે ઘાટીમાં તેની ગતિવિધિ વધારી દીધી છે. તેને કારણે પાકિસ્તાનને પરસેવો છૂટી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલા પછી ભારતે ઘાટીમાં તેની ગતિવિધિ વધારી દીધી છે. તેને કારણે પાકિસ્તાનને પરસેવો છૂટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં સરકાર તરફથી કેટલાક મોટા પગલાં લેવામાં આવ્યા છે. બધા અલગતાવાદી નેતાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવી છે. યાસિન મલિક સહીત જમાત-એ-ઇસ્લામિ સહિત બે ડઝન નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, 100 વધારાની અર્ધલશ્કરી કંપનીઓને ઘાટીમાં મોકલવામાં આવી છે. પાકિસ્તાન વિદેશ સેવા તરફ ભારત દ્વારા આ પગલું પછી ખાસ સેલ કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ પરિસ્થિતિ મોનીટર કરશે તેની સ્થાપના કરી છે.

આ પણ વાંચો: પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

ભારત મોટી કાર્યવાહી કરવાના મૂડમાં

ભારત મોટી કાર્યવાહી કરવાના મૂડમાં

એવું માનવામાં આવે છે કે ભારત પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ નાજુક અને ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે. નરેન્દ્ર મોદી પુલવામાં હુમલા પછી સ્પષ્ટ અભિગમ જાહેર કર્યો છે કે જવાનોના લોહીનો બદલો લેવામાં આવશે તેમની શહાદત વ્યર્થ નહીં જાય.

10000 વધારા જવાનો રવાના

10000 વધારા જવાનો રવાના

કેન્દ્ર સરકાર ઘ્વારા 10,000 વધારાના CAPF સૈનિકો ઘાટીમાં મોકલ્યા છે. આ ટુકડીઓ કટોકટીઓ તૈનાત કરવામાં આવશે, જેથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. હકીકતમાં, તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના નદીઓનો પ્રવાહ બંધ કરશે. માનવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીના નિવેદન પછી પાકિસ્તાન ઘ્વારા ભારતીય પોસ્ટ પર ગોળીબારી કરવામાં આવી રહી છે. જયારે ભારત આ ગોળીબારીનો જડબાતોડ જવાબ પણ આપી રહ્યું છે.

અલગ અલગ ટુકડીઓ મોકલવામાં આવી

અલગ અલગ ટુકડીઓ મોકલવામાં આવી

હાલમાં ઘાટીમાં 65000 સીએપીએફ જવાનો હાજર છે, જેમાં સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આઇટીબીપી જવાનો પણ હાજર છે. તેની સાથે જમ્મુ કાશ્મીરની પોલીસ પણ ઘાટીમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતના તેવર જોતા પાકિસ્તાને સીમા પર આવેલા ગામો ખાલી કરાવવાનું ચાલુ કરી દીધું છે.

English summary
Pulwama Attack: India set to take some big step makes Pakistan sweat hard
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X