પેપરલેસ હશે પંજાબ સરકારનુ બજેટઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનુ એલાન

પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે.

પંજાબઃ પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે. હવે આજે બુધવારે પંજાબની માન સરકાર દ્વારા ઈ-ગવર્નન્સ તરફ પગલાં માંડીને બજેટને લઈને એક નવો નિર્ણય લીધો છે. પંજાબની માન સરકાર આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જ આ અંગેની જાહેરાત કરી છે અને તેમના નિર્ણયને ઈ-ગવર્નન્સ તરફનુ પગલુ ગણાવ્યુ છે. સરકારના આ નિર્ણયથી 814 વૃક્ષો તો બચશે જ સાથે 34 ટન કાગળ પણ બચશે.

mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ- પંજાબીઓના નામે એક સારા સમાચાર. અમારી સરકારે નિર્ણય લીધો છે કે આ વખતે પંજાબ સરકારનુ બજેટ પેપરલેસ હશે. તેનાથી તિજોરીના લગભગ 21 લાખ રૂપિયા બચશે. 34 ટન કાગળ બચશે. એટલે કે લગભગ 814-834 વૃક્ષો બચશે.ઈ-ગવર્નન્સ તરફ વધુ એક પગલુ.

તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની કેજરીવાલ સરકારે પેપરલેસ બજેટની જાહેરાત કરી હતી અને દિલ્હી વિધાનસભામાં બીજા બજેટ સત્રની કાર્યવાહી કાગળ વગર જ ચાલી હતી. તમામ દસ્તાવેજો માત્ર ફોર્મમાં ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે ગૃહની કાર્યવાહી ડિજિટલ રીતે ચલાવવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક ધારાસભ્યને ઈ-પેડ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X