For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની મહારેલીમાં વિપક્ષ પર રાહુલના આકરા પ્રહારો

By Super
|
Google Oneindia Gujarati News

rahul-gandhi
નવીદિલ્હી, 4 નવેંબરઃ દિલ્હીમાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલી રવિવારે શરૂ થઇ. આ મહારેલીમાં લોકોને સંબોધિત કરવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને રાહુલ ગાંધી પહોંચ્યા. આ તકે જનમેદનીને સંબોધિત કરતીવેળા રાહુલ ગાંધીએ વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા.

આ તકે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે રાજકીય પાર્ટીઓએ સામાન્ય હિન્દુસ્તાનના અવાજને પાર્ટીમાં લાવવાનો છે. યુવાઓને આગળ લાવવાના છે. કોંગ્રેસે યુવાઓ માટે દરવાજા ખોલવાના છે. રાજકીય સિસ્ટમને બદલીને બતાવીશું. વિપક્ષ હંમેશા નકારાત્મક વાતો કરે છે. વિપક્ષની ભૂમિકા માત્ર નકારાત્મક રહી ગઇ છે. વિપક્ષ કંઇ પણ વિચાર્યા વગર એફડીઆઇનો વિરોધ કરે છે. જ્યારે એફડીઆઇનો પ્રસ્તાવ ભાજપને લઇને આવ્યું હતું. આજે ભાજપ એફડીઆઇને લઇને લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું છે. અમે ખાદ્ય સુરક્ષા બીલને લઇને ઘણા ગંભીર છીએ.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે અમારી(યુપીએ) સરકારે દેશભરમાં મનરેગા લાગુ કરી. ખાદ્ય સુરક્ષા બીલને લઇને અમે ગંભીર છીએ. કોંગ્રેસે દેશને આરટીઆઇ જેવો કાયદો આપ્યો. અમે જમીન અધિગ્રહણ કાયદો જલદી લગાવશે. સાથે જ, લોકપાલ બીલને પાસ કરાવશે. વિપક્ષે લોકપાલ બીલ પાસ થવા દીધું નહીં. વિપક્ષે મુદ્દા વગર વિરોધ કર્યો. રાહુલે એમ પણ કહ્યું કે, કોંગ્રેસે દિલ્હીને બદલી નાંખ્યુ. અમે ગરીબોના હિતમાં ઘણા પગલા ઉઠાવી રહ્યાં છીએ. જે અડધી રોટલી ખાય છે, તે આખી રોટલી ખાશે.

English summary
Congress general secretary Rahul Gandhi on Sunday blamed the Opposition for stalling the passage of Lokpal Bill, vowing to bring it again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X