For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AICCમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વની રાહુલની ખાતરી

|
Google Oneindia Gujarati News

rahul-gandhi
નવી દિલ્હી, 29 જૂન : કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને રચેલી સમિતિના હોદ્દેદારો સાથે આજે પહેલી વાર બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે વચન આપ્યું છે કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી તથા પક્ષના અન્ય વિભાગોમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

પક્ષના પ્રવક્તા ભક્ત ચરણ દાસે બેઠક બાદ પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધીએ એઆઈસીસીમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ કેવી રીતે આપવું જોઈએ એ વિશે વાતચીત કરી હતી. તેમણે આને અનામત તરીકે ગણાવ્યું નથી. રાહુલે કહ્યું કે એઆઈસીસીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં નથી. આગામી બે ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે મહિલાઓનું પ્રતિનિધિત્વ 50 ટકા જેટલું કરવામાં આવશે.

એઆઈસીસીના 12 મહા સચિવોમાં હાલ અંબિકા સોની જ મહિલા છે. જ્યારે 44 સચિવોમાં માત્ર પાંચ મહિલા છે. રાહુલ ગાંધીએ હોદ્દેદારોને ચાતવણી આપી દીધી છે કે જે પોતાની જવાબદારી નહીં નિભાવે તે મહા સચિવો અને સચિવો સામે પગલાં લેવામાં આવશે.

English summary
Rahul gave assurance of 50 percent representation of women in AICC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X