17ની મોત, 200 ઇજાગ્રસ્ત થયા બાદ હવે સ્થિતિ કંટ્રોલમાં છે!

Posted By:
Subscribe to Oneindia News

ગુરમીત રામ રહીમને સીબીઆઇની વિશેષ કોર્ટે દોષી જાહેર કરતા, મોટી સંખ્યામાં ત્યાં હાજર તેમના સમર્થકોએ મીડિયા વાહનની તોડફોડ કરી હતી. પંચકુલામાં મીડિયા વાહન સાથે તોડફોડ કરતા હાજર પોલીસે ભીડને દૂર કરવા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ચુકાદા પછી પંજાબના સીએમ એ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. ત્યારે આ અંગે વધુ વિગતવાર સમાચારોની અપટેડ વાંચો નીચે...

curfew

6:20 PM : 17 લોકોની મોત થઇ અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. સાથે જ જાનમાલને મોટું નુક્શાન થયું છે.

6:00 PM : રામ રહીમ સિંહને હરિયાણાથી હેલિકોપ્ટર દ્વારા રોહતકના સુનારિયા લઇ જવામાં આવ્યા છે.

6:00 PM : સિરસામાં પોલીસે ફ્લેગ માર્ચ કરી. ભારે તોડફોડ બાદ હાલ અહીં સ્થિતિ કાબુમાં છે.

6:00 PM દિલ્હી પોલીસ પીઆરઓ મધુર વર્માએ જણાવ્યું કે હાલ સ્થિતિ કાબુમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પણ રામ રહીમના સમર્થકોએ બસ સળગાવવાનો પ્રયાસ કર્યો છે.

5:45 PM : ચુકાદા પછી દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના હેકક્વાટર ખાતે સુરક્ષા વધારવામાં આવી છે.

5:30 PM :  શિમલા, મુજફ્ફરનગર અને ભાગપેટમાં ધારા 144 લાગુ કરવામાં આવી

5:30 PM : પંચકુલામાં 1000થી વધુ ડેરા સચ્ચા સૌદાના સમર્થકોને પકડવામાં આવ્યા.

5:20 Pm : પંચકુલામાં 70 લોકો ઇજાગ્રસ્ત, સેનાની 6 ટુકડીઓને પંચકુલામાં ઉતારાઇ.

5:15 PM : પંજાબના મુદ્દસ્તર, ભટીંડા, માનસામાં પોલીસે કર્ફ્યૂ જાહેર કર્યો.

5:00 PM : હરિયાણાના સીરસામાં પણ લોકોની ભીડને દૂર કરવા માટે રેપિંડ એક્શન ફોર્સને બોલવવામાં આવી.
દિલ્હીની બોર્ડર પર પણ સુરક્ષા વધારાઇ. રામ રહીમના સમથકો અહીં પણ વધારે હોવાથી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

curfew

4:10 PM : 3 થી 4 મીડિયા વાનને સળગાવવામાં આવી. કેમેરામેન અને અન્ય મીડિયાકર્મીઓને પણ ગુસ્સે ભરાયેલી ભીડે માર્યા.

4:00 PM : માલવોટ રેલ્વે સ્ટેશન અને પંજાબના એક પેટ્રોલ પંપને ગુરમીત રામ રહીમના સમર્થકોએ લગાવી આગ. ભટીંડામાં પણ આવા જ આગજનીના બનાવો બન્યા. પંચકુલાના સેક્ટર 5માં ભીડ ગુસ્સે ભરાતા સ્થિતિ વણસી.

lathicharge

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ સીબીઆઇ કોર્ટ દોષી જાહેર કર્યા છે. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રામ રહીમને બળાત્કારના કેસમાં સજાની સુનવણી 28મી ઓગસ્ટે કરવામાં આવશે. નોંધનીય છે કે રામ રહીમ પર બે સાધ્વીઓ સાથે વર્ષ 1999માં બળાત્કાર કરવાનો આરોપ હતો, જે હવે સિદ્ધ થઇ ચૂક્યો છે. જે પર આજે સીબીઆઇની વિશેષ અદાલત પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તો બીજી તરફ મોટી સંખ્યામાં રામ રહીમના સમર્થકો પણ પંચકુલામાં લાઠીઓ સાથે ઉમટી પડ્યા છે. સરકાર દ્વારા પણ મોટી સંખ્યામાં પોલીસ અને સેના જવાનાનોને તેનાત કરવામાં આવ્યા છે. ત્યારે હાલ રામ રહીમને પોલીસ સુરક્ષિત સ્થળે લઇ ગઇ છે. જેને તેમના સમર્થકો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને.

ram rahim

ઉલ્લેખનીય છે કે લગભગ 800 ગાડીઓ સાથે ગુરમીત રામ રહીમ સીબીઆઇ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યાં રામ રહીમના પરિવારના સાત લોકોને કોર્ટમાં પ્રવેશવાની છૂટ આપી હતી. બાકી બાબા રામ રહીમના તમામ મોટા સમર્થકોને કોર્ટે બહારનો જ રસ્તો બતાવ્યો હતો. વધુમાં કોર્ટના જજે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવવાનો શરૂ કરી દીધો છે. 

તો બીજી તરફ રામ રહીમના આવવા પહેલા જ રસ્તાની બન્ને તરફ તેમના સમર્થકો લાકડીઓ લઇને ઊભા રહી ગયા હતા. નોંધનીય છે કે કાલે જ તેમના સમર્થકોના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં રામ રહીમની કેટલીક મહિલા સમર્થકોએ તેવી વીડિયોમાં ધમકી ઉચ્ચારી હતી કે તેમના ગુરુને કંઇ પણ થશે તો તે ભારતનું નામો નિશાન મીટાવી નાંખશે. 

English summary
Latest update of Ram Rahim rape case verdict, Panchkula Haryan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.