For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: પીડિતના ખભા પર ચઢનાર રિપોર્ટરે ગુમાવી નોકરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જૂન: ઉત્તરાખંડમાં પૂરથી મચેલી તબાહીને કવર કરવા માટે પહોંચેલા એક ટીવી ચેનલના પત્રકારે હદ કરી દિધી. તેને પૂર પીડિતના ખભા પર ચઢીને રિર્પોટિંગ કર્યું. આ પત્રકાર જે ટીવી ચેનલ માટે રિર્પોટિંગ કરી રહ્યો હતો તે ચેનલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

ચેનલના વડાએ આ જાણકારી આપી છે. સમાચાર ચેનલ ન્યુઝ એક્સપ્રેસના પ્રમુખ નિશાંત ચર્તુવેદીએ કહ્યું હતું કે પત્રકારે જે કર્યું છે કે અમાનવીય હતું. નિશાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે તમે સ્ટોરી માટે કોઇના ખભા પર ચઢી ના શકો. અમે પત્રકારને મંગળવાર ટર્મિનેટ કરી દિધો છે.

પત્રકાર નારાયણ પરગેન ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી મચેલી તબાહીને કવર કરી રહ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોઇએ ઇન્ટરનેટ પર વીડિયો કોઇએ અપલોડ કરી દિધો. તેમાં નારાયણને એક સ્થાનિક વ્યક્તિના ખભા પર ચઢીને રિર્પોટિંગ કરતાં બતાવવામાં આવ્યો હતો. જે વ્યક્તિએ પત્રકારને ખભા પર ચઢાવ્યો હતો તે વધુ ભાર કારણે ધ્રુજી રહ્યો હતો.

વિડીયો સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. નારાયણનું કહેવું છે કે તે વ્યક્તિએ સન્માન પ્રકટ કરતાં તેને ખભા પર ઉઠાવ્યો હતો. આવા સમયે ટીકા કરવી યોગ્ય નથી. લોકો અમને અમાનવીય ગણાવી રહ્યાં છે પરંતુ અસલમાં અમે પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યાં છે. આવું પ્રથમવાર બન્યુ હતું કે મારા સ્તરનો કોઇ વ્યક્તિ તેના ઘરે ગયો હોય. જ્યારે અમે નદી પાર કરી રહ્યાં હતાં તો તેને મને ખભા પર ઉઠાવી લીધો હતો.

<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/in6IeKBZpX8" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Hindi news TV channel News Express Wednesday sacked its Dehradun reporter after a video clip showing him reporting sitting on the shoulder of a victim went viral on the Internet and sparked outrage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X