ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા થવાની સંભાવના

વિશેષજ્ઞોનું માનવું છે વ્યાપક પ્રભાવવાળો આ નિર્ણય આ મુદ્દા પર અંતિમ નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટની સમક્ષ મોટી પીઠ કે સંવિધાન પીઠના નિર્ણય માટે તેને લાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં જણાવ્યું છે કે જો વ્યક્તિ જેલમાં છે અથવા પોલીસ અટકાયતમાં છે તો તે ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં.
આ અંગે પ્રતિક્રિયા દર્શાવતા પૂર્વ અધિક સોલિસિટર જનરલ અમરેન્દ્ર સરને જણાવ્યું કે આ નિર્ણયનું સ્વાગત છે. આ દ્વારા રાજકારણમાં અપરાધીકરણનો ઘટાડો કરવામાં મદદ મળશે. તેમણે પૂછ્યું કે જે વ્યક્તિ સ્વયંને વોટ આપી ના શકે, તે કેવી રીતે સંસદીય કે વિધાનસભા ચૂંટણી લડી શકે. વરિષ્ઠ વકીલ અને ફોજદારી મામલોના મશહૂર વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું કે આ મુદ્દા પર આ અંતિમ નિર્ણય નથી.












Click it and Unblock the Notifications
