
ભાગલાથી ના આપણે સુખી છીએ ના એ, વિભાજન રદ થવા પર જ મટશે પીડા
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે 1947માં દેશના જે ભાગલા પડ્યા તેનાથી કોઈ ખુશ નથી. આ વિભાજને ક્યારેય ન ખતમ થાય તેવુ દુઃખ આપ્યુ છે. જે ત્યારે જ ખતમ થશે જ્યારે આ વિભાજન નાબૂદ થશે. ભાગવતે ગુરુવારે નોઈડામાં એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં બોલતા આ વાતો કહી.
દેશના ભાગલાની વાત કરતા આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ કે વિભાજનનો ઉપાય વાસ્તવમાં કોઈ ઉપાય નહોતો. ના તેનાથી ભારત સુખી છે ના એ(પાકિસ્તાન) જેમણે ઈસ્લામના નામે એ સમયે વિભાજનની માંગ કરી હતી. જે વિખેરાઈ ગયુ હતુ તેને એકીકૃત કરવા આપણી રાષ્ટ્રીય ફરજ છે. તેમણે કહ્યુ કે ભારતનુ વિભાજન કોઈ રાજકીય નહિ પરંતુ એક અસ્તિત્વનો પ્રશ્ન રહ્યો. એ સમયે આ વિભાજનને એટલા માટે સ્વીકારવુ પડ્યુ જેથી દેશમાં કોઈ લોહી ના વહે પરંતુ આ દૂર્ભાગ્ય છે કે આનુ એકદમ ઉલટુ થયુ. ત્યારથી અત્યાર સુધી ખબર નહિ કેટલુ લોહી દેશમાં વહી ચૂક્યુ છે.
ઈસ્લામ અને બ્રિટન પર સાધ્યુ નિશાન
આરએસએસ પ્રમુખે આગળ કહ્યુ, ભારતના વિભાજન પાછળ અમુક પરિસ્થિતિઓ જરૂર હતી પરંતુ આનુ સૌથી મોટુ કારણે ઈસ્લામ અને બ્રિટિશ આક્રમણ હતુ. ગુરુ નાનકજીએ આપણને ઈસ્લામના આક્રમણને લઈને ચેતવણી આપી હતી પરંતુ આપણે સાવચેત નહોતા થયા અને આનુ આ પરિણામ નીકળ્યુ.