આતંકી હુમલા પર સરકારનો દાવ ફેલ, RTI માં થયો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

એક તરફ ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ તેવો દાવો કરી રહ્યા છે કે કેન્દ્રમાં બેઠેલી તેમની સરકાર જમ્મુ કાશ્મીરમાં હાલત સુધારી રહી છે, આતંકીઓનો ખાતમો કરી રહી છે. અને જમ્મુ કાશ્મીરમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે એક આરટીઆઇમાં મોદી સરકારના આ દાવા પોકળ સાબિત થયા છે. એક આરટીઆઇ કાર્યકર્તાએ ગૃહમંત્રાલયમાં આ મામલે સવાલ કરતા જાણવા મળ્યું છે કે યુપીએ સરકાર એટલે કે મનમોહન સિંહની સરકારના કાર્યકાળમાં ગત ત્રણ વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં 705 આતંકી ઘટનાઓ થઇ છે. તેની સામે મોદી સરકારના ત્રણ વર્ષ દરમિયાન 812 આતંકી હુમલા થયા છે. જેમાં 183 ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે અને 62 નાગરિકોની મોત થઇ છે.

army

આથી વિરુદ્ધ પહેલાની મનમોહન સરકારના 3 વર્ષના કાર્યકાળમાં 705 ઘટનાઓ થઇ છે જેમાં 105 ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે. અને 59 નાગરિકોની મોત થઇ છે. ગૃહમંત્રાલયની આ સૂચના ઉત્તર પ્રદેશના રાજન તોમરે માંગી હતી. રાજને આરટીઆઇ દ્વારા આ ખુલાસો કર્યો છે કે હાલની સરકારે ગત ત્રણ વર્ષમાં 1890 કરોડ રૂપિયાની આતંકી ગતિવિધિઓનો અંત કરવા માટે ખર્ચી છે. ત્યાં જ મનમોહન સરકારે તેમના કાર્યકાળના છેલ્લા 3 વર્ષમાં 850 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

English summary
RTI on Terrorist attacks in jammu and kashmir in modi government. Read here what it says.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.