For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકસમયે અલગાવવાદી રહી ચૂકેલા સજ્જાદ લોન શું બનશે ભાજપનો સહારો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 23 ડિસેમ્બર: જમ્મૂ કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો છે જે ટ્રેંડ આવી રહ્યો છે તે જો સાબિત થાય તો પહેલી વાર ઘાટીમાં કમળ મોટા સ્તર પર ખિલશે. ભાજપ માટે આ ઐતિહાસિક હશે.

તો બીજી તરફ પરિણામોમાં જમ્મૂ કાશ્મીરના અલગાવવાદી નેતા દ્વારા મુખ્યધારાના રાજકારણમાં પરત આવશે કાશ્મીરી રાજનેતા સજ્જાદ લોન હંદવાડાની પોતાની સીટ પર આગળ ચાલી રહ્યાં છે. ભાજપની સાથે સજ્જાદ લોનનો ઉલ્લેખ અમે કોઇ કારણ કરી રહ્યાં છીએ.

sajjad-lone-bjp-jammu-kashmir

મોટા રોલમાં હશે સજ્જાદ
જો તમને યાદ હોય તો ચૂંટણી પહેલાં સજ્જાદ લોન દિલ્હી જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને સજ્જાદ લોને તેમને પોતાના મોટાભાઇ ગણાવ્યા હતા. સજ્જાદ લોન અને નરેન્દ્ર મોદીની આ મુલાકાત બાદ ઘણા લોકોની નગર તિરછી થઇ ગઇ હતી.

જો જમ્મૂ કાશ્મીરમાં ભાજપની સરકાર બનવા તરફ છે તો સજ્જાદ લોન એક નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. સજ્જાદ લોને પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડી છે. તેમની પાર્ટીને પીપલ્સ કોંફ્રેંસના નામથી ઓળખવામાં આવે છે જેને તેમના પિતા અબ્દુલ ગની લોને બનાવી હતી.

પીપલ્સ કોંફ્રેંસ જમ્મૂ કાશ્મીરમાં કુપવાડા અને હંદવાડાની 12 સીટો પર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક તે પોતાની પાર્ટીની સાથે ભાજપ માટે સંજીવની સાબિત થઇ શકે છે.

સજ્જાદની એક સોગંધ
સજ્જાદે પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડી છે. વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે સજ્જાદના પિતા એક ચૂંટણી રેલી કરી રહ્યાં હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

સજ્જાદે અલગાવવાદી નેતા તરીકે સોગંધ ખાધી હતી કે તે ક્યારેય પણ સંવિધાન હેઠળ શપથ લેશે નહી. તે મોટાભાગે કાશ્મીરને ભારતનો ભાગ ગણવાની મનાઇ કરી રહ્યાં છે. પરંતુ આજે તેમનું વલણ બદલાઇ ગયું છે.

રાજકીય વિશેષજ્ઞો પણ સજજાદને જોયા બાદ તેમની પ્રશંસા કરવાનું ચૂકતા નથી. આજે સજ્જાદ જ્યાં કાશ્મીરને ભારતનું અભિન્ન ગણે છે તો બીજી તરફ ચૂંટણી જીત્યા બાદ ભારતના સંવિધાનનું પણ સન્માન કરી લેશે.

મોદીના ચાહક છે સજ્જાદ
સજ્જાદ જે મોદીને પોતાના મોટા ભાઇ તરીકે જુએ છે તે નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. સજ્જાદના અનુસાર મોદી એક સારા વ્યક્તિ છે. જ્યારે તે તેમને મળ્યા હતા તો એ વાતને લઇને હેરાન રહી ગયા કે આટલા મોટા પદ બેસેલો વ્યક્તિ આટલો વિનમ્ર હોઇ શકે છે.

સજ્જાદને જમ્મૂ કાશ્મીર માટે મોદી પાસે ઘણી આશાઓ છે. તે કહે છે કે નરેન્દ્ર મોદી એવા નેતા છે જે રાજ્યમાં રોકાણ અને રોજગાર લાવી શકે છે. સજ્જાદ લોનના લગ્ન પાક્સિતનના મુખ્ય અલગાવવાદી નેતા અમાનુલ્લા ખાનની પુત્રી આસ્માં ખાન સાથે થયા છે. અમાનુલ્લા ખાને જ જમ્મૂ એંડ કાશ્મીર લિબ્રેશન ફ્રંટની સ્થાપના કરી હતી. તો બીજી તરફ તેમના મોટા ભાઇ બિલાલ હુર્રિયત કોંફ્રેંસનો મહત્વપૂર્ણ ભાગ છે.

English summary
Sajjad Lone may be a deciding factor for BJP in valley for forming a Jammu Kashmir government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X