PICS: ડિંપલ ભાભીના માર્ગમાં સપા કાર્યકર્તાઓએ પાથર્યા ફૂલ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

કન્નૌજ, 4 એપ્રિલ: સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવની વહૂ એટલે કે મુખ્યમંત્રી અખિલેશ યાદવની ડિંપલ યાદવ જેમને બધા સપા કાર્યકર્તા ભાભી કહે છે, જ્યારે ઉમેદારી પત્ર દાખલ કરવા માટે નિકળી તો સપા કાર્યકર્તાઓએ તેમના માર્ગમાં ફૂલ પાથરી દિધા.

ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ ડિંપલ યાદવે સૌથી પહેલાં નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે નરેન્દ્ર મોદી તે નેતામાંના એક છે જે લચ્છેદાર ભાષણોનો સહારો લઇ રહ્યાં છે કારણ કે તેમને દિલ્હીની સત્તા સુધી પહોંચવા માટે કોઇ બીજો રસ્તો દેખાતો નથી. સંસદીય મતવિસ્તાર વિસ્તાર કન્નૌજથી ઉમેદવારી કર્યા બાદ ડિંપલ યાદવે આ લોકસભા ચૂંટણીને એકદમ મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું હતું કે દેશને જરૂરિયાત છે કે નેતા જી વડાપ્રધાન બને.

ડિંપલ યાદવે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું હતું કે તેમણે હંમેશા બધાને સાથે લઇને ચાલવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું છે કે કન્નૌજ હંમેશાથી સમાજવાદીઓનો વિસ્તાર રહ્યો છે. પ્રખર સમાજવાદી રામ મનોહર લોહિયા અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પણ અહીંનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ વિસ્તારના વિકાસ માટે મારાથી જે બનશે તે કરીશ, આને રાજ્યના વિકસિત શહેરોમાં સામેલ કરવાનો પ્રયત્ન કરીશ. તેમણે મને કહ્યું હતું કે મને આશા છે કે કન્નૌજની જનતા મને ફરીથી અહીંથી ચૂંટીને સંસદમાં મોકલશે.

ડિંપલ અને વિકાસ

ડિંપલ અને વિકાસ

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરીને કન્નૌજ પહોંચેલી સમાજવાદી પાર્ટીની નેતા તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવે ગુરૂવારે ફરીથી જીતની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે સાંસદ તરીકે ચૂંટાયા બાદ પહેલાંની જેમ જિલ્લાના વિકાસનું કામ કરશે.

અખિલેશની સાથે ગઇ ઉમેદવારી પત્ર ભરવા

અખિલેશની સાથે ગઇ ઉમેદવારી પત્ર ભરવા

પતિ અખિલેશ યાદવની સાથે કન્નૌજ પહોંચેલી ડિંપલ યાદવે ઉમેદવારી નોંધાવતાં પહેલાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે કન્નૌજના લોકોએ હંમેશા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સમાજવાદીઓનો સાથ આપ્યો છે. ડૉ. રામ મનોહર લોહિયાથી માંડીને મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને પોતાના સાંસદ ચૂંટ્યા છે.

ડિંપલને જીતની આશા

ડિંપલને જીતની આશા

ડિંપલ યાદવે કહ્યું હતું કે ''મને પૂરી આશા છે કે કન્નૌજની જનતા મને ફરીથી અહીંથી ચૂંટીને સંસદ મોકલશે. હું આ વખતે ફરીથી સમર્પિત થઇને પહેલાંની જેમ જિલ્લાના વિકાસ માટે કાર્ય કરીશ.''

2012ની પેટાચૂંટણીમાં જીતી હતી

2012ની પેટાચૂંટણીમાં જીતી હતી

2012ની પેટાચૂંટણીમાં અહીંની જનતાએ ચૂંટણી વિના ઐતિહાસિક પરિણામ આપ્યું અને ડિંપલ યાદવને નિર્વિરોધ સંસદ મોકલી.

એકદમ મહત્વપૂર્ણ ચૂંટણી

એકદમ મહત્વપૂર્ણ ચૂંટણી

આ લોકસભા ચૂંટણીને એકદમ મહત્વપૂર્ણ ગણાવતાં ડિંપલ યાદવે કહ્યું હતું કે દેશને અત્યારે જરૂરિયા છે કે નેતા જી (મુલાયમ સિંહ યાદવ) વડાપ્રધાન બને. તેમણે હંમેશા બધાને સાથ લઇને ચાલવાનું કામ કર્યું છે.

ડિંપલને જીતની આશા

ડિંપલને જીતની આશા

ડિંપલ યાદવે કહ્યું હતું કે ''મને પૂરી આશા છે કે કન્નૌજની જનતા મને ફરીથી અહીંથી ચૂંટીને સંસદ મોકલશે. હું આ વખતે ફરીથી સમર્પિત થઇને પહેલાંની જેમ જિલ્લાના વિકાસ માટે કાર્ય કરીશ.''

English summary
Samajwadi Party workers made flowers carpet for Dimple Yadav while she was going for filing her nomination from Kannauj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X