For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સંજય દત્તને જેલમાં પીરસવામાં આવે છે રમ અને બિયર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નાગપુર, 15 ડિસેમ્બર: ભાજપના નેતા વિનોદ તાવડેની માનીએ તો બૉલીવુડ અભિનેતા સંજય દત્તને જેલમાં રમ અને બિયર પીરસવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નેતા પ્રતિપક્ષ વિનોદ તાવડેએ શુક્રવારે સંજય દત્તને લઇને નિવેદન આપીને મોટો ધમાકો કરી દિધો છે. વિનોદ તાવડેએ આરોપ લગાવ્યો છે કે પૂણેની યરવડા જેલમાં બંધ સંજય દત્તને બિયર અને રમ પહોંચાડવામાં કેટલાક પોલીસ અધિકારીઓ મદદ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને 1993ના મુંબઇ બ્લાસ્ટના આરોપી છે. સંજય દત્તને પાંચ વર્ષની સજા થઇ છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નિયમ 260 અંતગર્ત મહિલાઓ પર વધતા જતા અત્યાચારના પ્રસ્તાવ પર નેતા પ્રતિપક્ષ વિનોદ તાવડેએ પોતાના એક કલાકના ભાષણમાં કહ્યું હતું કે જેલમાં સજા ભોગવી રહ્યાં આરોપીઓ પર નજર રાખવામાં આવે છે, પરંતુ જેલ કર્મીઓની સાંઠગાંઠ કરવા પર સંજય દત્ત સહિત શક્તિ મિલ ઘટનાના આરોપીઓને વીઆઇપી સુવિધા મળે છે. ગુનો કરવા છતાં 93 ટકા આરોપીઓ મુક્ત છે. પોલીસ કસ્ટડીમાં રહેનાર કેદી જ બળાત્કાર અને અત્યાચાર જેવી ઘટનાઓના આરોપી સાબિત થયા છે.

sanjay-dutt

રાજ્ય સરકાર પર હુમલો કરતાં વિનોદ તાવડેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનામાં 216 બળાત્કારની ઘટના હોવાછતાં ચિંતાજનક છે. એવામાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પ્રત્યેક્ષ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા ઓડિટ થવું જોઇએ. રાજ્યના બાળ નિવાસગૃહ ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે. વિનોદ તાવડેએ દાવો કર્યો હતો કે મહિલાઓ વિરૂદ્ધ આપરાધિક કેસ વધી રહ્યાં છે. વર્ષ 2011માં મહિલાઓ વિરૂદ્ધ ક્રાઇમના 1,701 કેસ દાખલ થયા હતા જે 2012માં વધીને 1,800 થઇ ગયા.

English summary
Leader of opposition Vinod Tawde on Friday dropped a bombshell in the Maharashtra council by alleging that actor Sanjay Dutt was being supplied beer and rum inside Yerawada jail in Pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X