For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તની સજા માફી લાયક નથી: ઉમા ભારતી

|
Google Oneindia Gujarati News

sanjay dutt
ભોપાલ, 1 એપ્રિલ: સંજય દત્ત અને અફજલ ગુરુના ક્રાઇમને એક સમાન ગણાવતા ભાજપની તેજ મહિલા નેતા અને નવનિયુક્ત ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ જણાવ્યું છે કે તેની સજા માફીને યોગ્ય નથી.

ભાજપાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા બાદ ઉમા ભારતીએ પોતાના રહેઠાણના સ્થળે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંજય દત્ત અને સંજય દત્ત અને અફજલ ગુરુનો ગુનો એક સમાન છે. બંને અંગે એવું સાબિત થયું છે કે તેઓ ઘટના સ્થળે હાજર ન્હોતા પરંતુ બંને આતંકીઓના સંપર્કમાં હતા.

આ અપરાધ માટે બંનેની સજાને એક સમાન ગણાવતા ઉમા ભારતીએ જણાવ્યું કે એ સાબિત થઇ ચૂક્યું છે કે સંજય દત્તના દાઉદ સાથે સંબંધ હતા. સંજય દત્તને માફી આપવાની હિમાયત કરનારાઓ પર તુચ્છ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે તેઓ વોટબેન્કની રાજનીતિ ખેલી રહ્યા છે.

ઉમા ભારતીએ જણાવ્યું કે સંજય દત્ત અપરાધી છે, દેશદ્રોહી છે અને તેને આપવામાં આવેલી સજા બિલકૂલ યોગ્ય છે તેને માફ ના કરી શકાય, તથા સજા માફીની વાત કરનારાઓને દેશ ક્યારેય માફ નથી કરે.

English summary
When many celebrities along with politicians have been demanding pardon for Sanjay Dutt, BJP leader Uma Bharti called him a "criminal", a "traitor". The BJP leader on Monday, April 1 claimed that Dutt should not be pardoned as he had ditched the country during Bombay Blasts 1993.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X