For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરરામન હત્યાકાંડમાં જયેન્દ્ર સરસ્વતી સહિત બધા આરોપી મુક્ત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચેન્નઇ, 27 નવેમ્બર: પોંડેચેરીની એક કોર્ટે 2004ના બહુચર્ચિત શંકરરામન હત્યાકાંડનો ચૂકાદો આજે સંભળાવી દિધો છે જેમાં કાંચે મઠના મઠાધીશ જયેન્દ્ર સરસ્વતી અને વિજયેન્દ્ર સરસ્વતીને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે.

પોડેંચેરી મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સી.એલ મુરૂગન કેસનો આજે ચૂકાદો સંભાળાવ્યો છે. આ કેસની સુનાવણી નવ વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી. પહેલાં આ કેસની સુનાવણી તમિલનાડુની ચેંગલપેટ કોર્ટમાં ચાલતી હતી. પછી જયેન્દ્રના આગ્રહ પર સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી પોડેંચેરીમાં કરવાનો નિર્દેશ આપ્યો હતો. જયેન્દ્રનો આરોપ હતો કે તમિલનાડુના વાતાવરણ સ્વતંત્ર તથા નિષ્પક્ષ સુનાવણી માટે યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કાંચીપુરમના વરદરાજાપેરૂમલ મંદિરના સંચાલક શંકરરામનની હત્યા 3 સપ્ટેમ્બર 2004ના મંદિરના પરિસરમાં કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 24 લોકો (હવે 23 લોકો)ને દોષી આરોપી ગણવામાં આવ્યા હતા. જયેન્દ્ર અને વિજયેન્દ્ર સરસ્વતીને મુખ્ય આરોપી એ-1 અને એ-2 બનાવવામાં આવ્યા છે.

sankararaman-jayendrar-600.jpg

કાંચી મઠના અન્ય એક સંચાલક સુંદરેસન અને જયેન્દ્ર સરસ્વતીના ભાઇ રઘુને સહ-આરોપીના રૂપમાં દોષી ગણવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 24 આરોપીમાંથી એક કથિરવનની હત્યા આ વર્ષે માર્ચમાં કે.કે.નગરમાં કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન 2009 અને 2012 દરમિયાન 189 સાક્ષીઓ સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યાં હતા. તેમાંથી 83 લોકો ફરી ગયા હતા.

English summary
A Puducherry court on Wednesday acquitted all the 23 accused in the high-profile 2004 Sankararaman murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X