પતિ-પત્ની ઔર ‘શૌચાલય’, મામલો પહોંચ્યો કોર્ટમાં

Posted By:
Subscribe to Oneindia News

દેવાસ, 3 જાન્યુઆરીઃ મધ્ય પ્રદેશ દેવાસ જિલ્લામાં શૌચાલય નહીં હોવું દામ્પત્ય જીવનમાં વિવાદનું કારણ બન્યુ છે. વિવાદ એટલો વધી ગયો કે પતિ-પત્ની એકબીજાથી દૂર થઇ ગયા છે. મામલો કોર્ટ સુધી પહોંચી ગયો અને તેની દખલ બાદ પાકું શૌચાલય બનાવવાની દિશામાં પગલા લેવાયા. નવપરિણીતાએ જાહેર કર્યુ કે, શૌચાલય બન્યા પછી જ તે સાસરીમાં પાછી ફરશે. મામલો મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના હાટપિપળિયા વિસ્તારનો છે. રોજડી ગામની સવિતાના લગ્ન મુડલા ગામના દેવ કરણ સાથે થયા હતા.

man-woman-fight
સાસરીમાં શૌચાલય નહીં હોવાના કારણે સવિતાને શૌચ ક્રિયા માટે ખુલ્લામાં જવુ પડતુ હતુ. આ વાતને લઇને તેનો પતિ દેવ કરણ સાથે વિવાદ થઇ ગયો અને તે પીયર જતી રહી. સવિતા છેલ્લા બે વર્ષથી પીયરમાં છે અને સાસરીમાં પરત ફરવા તૈયાર નથી. તેનું કહેવું છેકે, જ્યા સુધી ઘરમાં શૌચાલય નહીં બને ત્યાં સુધી તે પરત નહીં ફરે. આ પ્રકરણ બાગલીના વ્યવહાર ન્યાયધીશ શ્રેણી-1ના ન્યાયાલયમાં પહોંચ્યું. અધિવક્તા પ્રવીણ ચૌધરી અનુસાર, ન્યાયાધીશે દેવ કરણને 10 જાન્યુઆરી સુધીમાં પાકું શૌચાલય બનાવવાના નિર્દેશ આપ્યા છે. દેવ કરણનું કહેવું છે કે તેણે ઉધારે રકમ લઇને શૌચાલયનું નિર્માણ શરૂ કર્યુ છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થઇ જશે.

તેણે જણાવ્યુ કે શૌચાલય નિર્માણ માટે તેને સરકાર તરફથી આર્થિક સહાયતા નથી મળી. સવિતાનું કહેવું છે કે તે શૌચાલય બન્યા પછી જ સાસરી પરત ફરશે. તેના પિતા પણ આ જ વાતનું પુનરાવર્તન કરે છે કે, શૌચાલય બન્યા પછી જ તે પોતાની પુત્રીને સાસરીમાં મોકલશે. રાજ્યના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી ગોપાલ ભાર્ગવનું કહેવું છે કે, શૌચાલય નિર્માણ માટે પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં સહાયતા રાશિ ઉપલબ્ધ છે. આવેદન કરવામા આવ્યા બાદ રકમ મંજૂર કરવાનું પ્રાવધાન છે.

નારી અસ્મિતાની રક્ષા માટે કેન્દ્ર સરકારથી લઇને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા અનેક કાર્યક્રમ અને અભિયાન ચલાવવામાં આવે છે. સરકારી અભિયાનની હકીકતને સવિતાએ હવે સામે લાવી દીધી છે. પ્રશાસન અને સમાજનો સાથ નહીં મળવા છતાં તેણે પોતાની લડાઇ જારી રાખી. તેને ન્યાયાલયનો સાથ મળ્યો. સવિતા અન્ય ગ્રામીણ મહિલાઓ માટે મિસાઇલ બની ગઇ છે, જે પોતાના હક માટે લડતા અચકાય છે.

English summary
Savita will return in law's house after construct toilet

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.