For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદી ભુલ્લરની ફાંસી પર સુપ્રીમ કોર્ટની હાલ પુરતી મનાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: સુપ્રીમ કોર્ટે આતંકવાદી પાલ સિંહ ભુલ્લરની અરજી પર શુક્રવારે સુનાવણી કરતાં ફાંસીની સજા પર મનાઇ ફરમાવી દિધી છે. સુપ્રીમ કોર્ટે ભુલ્લરની માનસિક બિમારીને જોતાં ફાંસી પર પ્રતિબંધ લગાવી દિધો છે. કોર્ટ કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટીસ જાહેર કરી ભુલ્લરનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે શાહદરા હોસ્પિટલને ભુલ્લરનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે ભુલ્લરની હાલત પર એક અઠવાડિયામાં રિપોર્ટ મોકલવાનો તે હોસ્પિટલને નિર્દેશ કર્યો છે જ્યાં તેની સારવાર ચાલુ છે. આ મુદ્દે આગામી સુનાવણી હવે 19 ફ્રેબુઆરીએ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભુલ્લરને સુપ્રીમ કોર્ટે વર્ષ 2002માં મોતની સજા સંભળાવી હતી. ત્યારેથી તેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. ગત વર્ષે તેની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

bhullar

પરંતુ આ મહિને આવેલા સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાએ તેની આશાઓ વધારી દિધી છે. કોર્ટે 15 લોકોને મોતની સજાને વધારીને ઉંમર કેદમાં ફેરવી દિધી છે, કારણ કે તેમની દયા અરજી પર વર્ષો સુધી સરકારે કોઇ ફેંસલો કર્યો નથી. કોર્ટે તેને અમાનવીય ગણ્યું છે. તેના આધારે હવે ભુલ્લર પણ પોતાની મોતની સજાને ઉંમર કેદમાં બદલાવવા માંગે છે. ભુલ્લર 1993 દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો દોષી છે જેમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા અને 25 લોકોને ઇજા પહોંચી હતી.

English summary
The Supreme Court on Friday stayed the execution of 1993 Delhi blast terror convict Devender Pal Singh Bhullar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X