સિરસામાં રામ રહીમના ડેરામાં પોલીસ પહોંચી, શું ખુલશે મોટા રાજ?

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટે ડેરા સચ્ચા સૌદાની તલાશી લેવાના આદેશ આપ્યા હતા. જે પછી આજે આ તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં રિટાયર્ડ જજ કે એસ પવાર હાજર રહેશે અને તેમની દેખરેખમાં જ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેનીય છે કે રામ રહીમની ધરપકડ પછી ડેરામાં વિભન્ન પ્રકારની ગેરકાનૂની ગતિવિધિ થતી હોવાની વાત બહાર આવી હતી. ત્યારે આજે જજની હાજરીમાં પોલીસ દ્વારા અહીં સર્ચ ઓપરેશન કરવામાં આવશે. જેમાં 60 જેટલા અધિકારીઓ પણ જોડાશે તેવું મનાઇ રહ્યું છે.

dera sacha sauda

સાથે જ ડોગ સ્કોવોર્ડ ટીમ પણ રહેશે અને આ સમગ્ર સર્ચ ઓપરેશનની વીડિયોગ્રાફી પણ પુરાવા તરીકે તૈયાર કરવામાં આવશે. જે માટે 60 જેટલા કેમેરામેન પણ આ કામમાં જોડાશે તેમ મનાઇ રહ્યું છે. તો બીજી તરફ સર્ચ ઓપરેશન દરમિયાન સિરસા ડેરેના પ્રવક્તા વિપશ્યના ઇંસાએ પણ સર્મથકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે ડેરા હંમેશા કાનૂનના નિયમોનું પાલન કરતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના રોજ જ્યારે પંચકૂલામાં કોર્ટમાં આ કેસની સુનવણી થઇ હતી ત્યારે તે પછી ભારે હિંસા થઇ હતી. હાલ તો તે પછી રામ રહીમ રોહતક જેલમાં છે. સાથે જ પોલીસ તેમની સાથે રહેતી હનીપ્રીત સિંહ પણ હાલ શોધ કરી રહી છે અને આ મામલે તેમને લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

English summary
Search operation in dera sacha sauda sirsa gurmeet ram rahim singh haryana. Read here more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.