For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરેલી પહોંચતા જ સાક્ષી મિશ્રા પર હુમલો થયો, પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા

બરેલી પહોંચતા જ સાક્ષી મિશ્રા પર હુમલો થયો, પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા

|
Google Oneindia Gujarati News

બરેલીઃ ઈન્ટરકાસ્ટ મેરેજ બાદ ચર્ચામાં આવેલ ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષી મિશ્રા પર હુમલો થયો. જણાવી દઈએ કે લગ્ન બાદ સાક્ષી પોતાના સાસરીયે બરેલી પહોંચી હતી. આ દરમિયાન અજિતેશના પડોસમાં રહેતી યોગિતા ત્રિપાઠીએ સાક્ષી મિશ્રા પર હુમલો કર્યો. અહેવાલ મુજબ હુમલામાં સાક્ષી ઈજાગ્રસ્ત પણ થઈ છે. જણાવી દઈએ કે આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમા ંસાક્ષી પાડોસના ઘરમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.

પાડોસીઓએ હુમલો કર્યો

પાડોસીઓએ હુમલો કર્યો

મામલો બરેલીના ઈજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વીરસાવરકર નગરનો છે. સાક્ષી મિશ્રાએ મીડિયાને જણાવ્યું કે બરેલી પહોંચવા પર યોગિતા મારા લગ્નને લઈ સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉલટી સીધી કોમેન્ટ લખી રહી હતી. આ વિશે પૂછવા પર યોગિતાએ મારા પર હુમલો કર્યો. મામલો બોલાચાલી બાદ મારપીટ પર આવી ગયો. આ મામલામાં સાક્ષીએ જણાવ્યું કે તેણે યોગિતા અને તેની પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. સાથે જ સાક્ષીએ બરેલી પોલીસ પર જબરદસ્તી સમજૂતી કરવા દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો.

પોલીસે ધમકી આપી

પોલીસે ધમકી આપી

સાક્ષીએ જણાવ્યું કે ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલ ઈન્ચાર્જે જેલ મોકલવાની ધમકી આપી હતી. જે બાદ અમે ડરી ગયા હતા. ઈજ્જતનગરના એસઓ કેકે વર્મા મુજબ સાક્ષી અને પાડોસમાં રહેતી યોગિતા વચ્ચે ઝઘડો થયો હતો. આંતરિક સહમતી બાદ બંને પરિવારમાં સમજૂતી થઈ ગઈ છે.

પહેલા પણ ધમકી મળી ચૂકી છે

પહેલા પણ ધમકી મળી ચૂકી છે

જણાવી દઈએ કે સાક્ષી મિશ્રાને સોશિયલ મીડિયા પર કેટલાય વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. હાલમાં જ યૂપીના રાર્બટગંજ જિલ્લાના રહેવાસી રવિ કુશવાહા નામના યુવકે ફેસબુક પર સાક્ષીને મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ધમકી આપતા લખ્યું કે, 'આજથી ઘરની બહાર ના નીકળતી નહિ તો તારું મર્ડર થઈ જશે'. અગાઉ એક અજાણ્યા યુવકે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ધમકી આપી હતી કે તેણે સાક્ષી અને અજિતેશને મારવા માટે 50 લાખની સુપારી લીધી છે અને તે બંનેને ત્રણ મહિનામાં મારી નાખશે.

શું છે મામલો

શું છે મામલો

જણાવી દઈએ બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રા ગત 3 જુલાઈએ પોતાના ઘરેથી અચાનક ચાલી ગઈ હતી. જે બાદ તેમણે અજિતેશ સાથે લવ મેરેજ કરી લીધાં હતાં. 10 જુલાઈએ બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. જેના બીજા દિવસે 11મી જુલાઈએ સાક્ષીએ વધુ એક વીડિયો જાહેર કરી પોતાના પિતા રાજેશ મિશ્રા, ભાઈ વિક્કી ભરતૌલ અને પિતાના નજીકના રાજીવ રાણાથી જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું. બંને વીડિયો વાયરલ થઈ ગયા હતા અને મામલો ભારે ચગ્યો હતો.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશેઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશે

English summary
shakshi mishra has been attacked in bareilly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X