For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષી નેતાઓ સાથે આજે બઠક કરશે શરદ પવાર

વિપક્ષી નેતાઓ સાથે આજે બઠક કરશે શરદ પવાર

|
Google Oneindia Gujarati News

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના મુખ્યા શરદ પવાર આજે દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરશે. એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે શરદ પવાર વિપક્ષી નેતાઓને એકજુટ કરવાનું કામ કરશે. દિગ્ગજ નેતા અને સમાજના અલગ અલગ વર્ગના લોકો દિલ્હી સ્થિત શરદ પવારના આવાસે મંગળવારે 22 જૂને દેસના હાલાત પર ચર્ચા કરશે.

sharad pawar

જ્યારે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છે કે વિપક્ષી નેતાઓને ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ એક્જુટ કરવાનું શરદ પવાર સપનુ જોઈ રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી નિયંત્રણ જઈ રહ્યું છે ત્યારે એનસીપી, કોંગ્રેસ, શિવસેના એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે, એવામાં કદાચ શરદ પવાર જી મુંગેરી લાલનું સપનું જોઈ રહ્યા છે. તેઓ વિપક્ષના નેતાઓને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે, એ પણ એવા સમયે જ્યારે શિવસેના તેમને ચપ્પલ દેખાડી રહી છે, પ્રદેશમાં કોરોના કાળમાં જબરદસ્ત કુપ્રબંધ ચાલી રહ્યો છે. સોમૈયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ નેતૃત્વ કોઈ ન આપી શકે, જો આખું વિશ્વ એકજુટ પણ થઈ જશે તો પણ પીએમ મોદીનો મુકાબલો ન કરી શકે.

જણાવી દઈએ કે શોમવારે પ્રશાંત કિશોરે પણ શરદ પવારની મુલાકાત લીધી હતી, તેમણે વિપક્ષને એકજુટ કરવાની વકાલત કરી હતી, પાછલા 10 દિવસમાં તેઓ શરદ પવારને બે વખત મળી ચૂક્યા છે, પરંતુ આજે થનાર બેઠકમાં તેઓ ભાગ નહી લે. પ્રશાંત કિશોરે કહ્યું કે મને નથી લાગતું કે ત્રીજો કે ચોથો મોર્ચો નરેન્દ્ર મોદીને હરાવી શકે છે, આ હિસાબે હું આવા કોઈપણ પ્રકારના ગઠબંધનનો શા માટે ભાગ બનું. 15 લોકો બેઠક કરી રહ્યા છે માટે તમે તેને સર્વદળીય બેઠક ન ગણાવી શકો.

એનસીપી મુજબ આજે થનાર બેઠકમાં યશવંત સિન્હા, પવન વર્મા, સંજય સિંહ, ડી રાજા, ફારુક અબ્દુલ્લા, કેટીએસ તુલસી, મજીદ મેમણ, વંદના ચૌહાણ, ઘનશ્યામ તિવારી, કરન થાપર, જાવેદ અખ્તર, આશુતોષ, એસવાઈ કુરૈશી, અરુણ કુમાર, કેસી સિંહ, સંજય ઝા, સુધીંદ્ર કુલકર્ણી, કોલિન ગોન્સાલ્વિસ, પ્રિતિશ નંદ ભાગ લેશે. આ બેઠક રાષ્ટ્રીય મંચના બેનર હેઠળ મળશે, જેની રચના 2018માં કરાઈ હતી.

English summary
Sharad Pawar will meet opposition leaders today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X