કપડા ઉતારીને સોનિયા અને રાહુલને ઇટલી ભેગા કરો: ભાજપ ધારાસભ્ય

Google Oneindia Gujarati News

જયપુર, 31 માર્ચ: રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય હીરાલાલ રેગરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુધ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા નવા વિવાદે જન્મ લીધો છે. રાજસ્થાનના ટોંકમાં રેલી દરમિયાન ભાજપના ધારાસભ્ય હીરાલાલ રેગરે જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કપડા ઉતારીને ઇટલીભેગા કરી દેવા જોઇએ.

હાલમાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ રંગ પકડતું દેખાઇ રહ્યું છે, ક્યાંક નેતાઓ વચ્ચે વાકયુદ્ધ થાય છે તો ક્યાંત છુટ્ટા હાથની મારા મારી. રેગરના આ નિવેદન પર કોંગ્રેસે પોતાની કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાર્ટીએ રેગરના નિવેદનને લઇને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

આ મામલે વિવાદ વકરતા રેગરે બાદમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાના આ નિવેદનને લઇને માફી માંગી લીધી. રેગરે જણાવ્યું કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને તેમણે આવું ન્હોતું કહ્યું. રેગરે જણાવ્યું કે મેં કોઇનું પણ નામ ન્હોતું લીધું અને જો મારા નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું તેના માટે માફી માંગુ છું.

rahul
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ટૂકડે ટૂકડા કરી દેવાની વાત પોતાના ભાષણમાં કરી હતી. પોતાના સમર્થકોને સંબોધિત કરતા મસૂદે જણાવ્યું હતું કે મોદી ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવા માગે છે. ગુજરાતમાં માત્ર ચાર ટકા જ મુસલમાન છે. જ્યારે યુપીમાં 42 ટકા મુસ્લિમ છે. મોદીને હું પાઠ ભણાવવા માંગુ છું, હું મોદીના ટૂકડે ટૂકડા કરી દઇશ. જોકે બાદમાં ઇમરાન પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે.

English summary
Sonia and Rahul send to Italy after removing cloths said BJP MLA in Rajsthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X