For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસપી સાંસદે મંત્રીના હાથમાંથી છીનવ્યું પ્રમોશનમાં કોટા બિલ

By Super
|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ લોકસભામાં આરક્ષણમાં પ્રમોશન બિલ રજૂ કરતીવેળા જોરદાર બબાલ થઇ. કેન્દ્રીય મંત્રી નારાયણ સામીએ જ્યારે બિલ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો તો સમાજવાદી પાર્ટીના સાંસદોએ તેમના હાથમાંથી બિલ છીનવી લીધું અને તેને ફાડી નાંખવાનો પ્રયત્ન કર્યો. હંગામો એટલો વધી ગયો કે સ્પિકર મીરા કુમારે સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી. આ સાથે જ બિલનું ભવિષ્ય પણ અધ્ધરતાલ થઇ ગયું છે.

નોંધનીય છે કે આજે સંસદની કાર્યાવાહી શરૂ થતા જ પ્રમોશનમાં કોટા બિલ પર એસપીનો વિરોધ શરૂ થઇ ગયો. વારંવાર સદનની કાર્યવાહી સ્થગિત હોવા છતાં પણ ત્રણ વાગ્યે કાર્યવાહી શરૂ થઇ અને પીએમઓમાં રાજ્યમંત્રી નારાયણ સામીએ બિલ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, સમાજવાદી પાર્ટીના સાંસદ યશવીર સિંહ ઉભા થઇ ગયા અને સામીના હાથમાંથી બિલ છીનવી લીધું.

યશવીર બિલની કોપીને ફાડવાનો પ્રયત્ન કરતા તે પહેલા યૂપીએના ચેરપરસન સોનિયા ગાંધી સીટ પર ઉભા થઇ ગયા અને તેમણે યશવીરનો હાથ પકડીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યાં સુધીમાં કોંગ્રેસના બાકીના સાંસદો ત્યાં પહોંચી ગયા અને સપા અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઇ ગઇ. હંગામો એટલો વધી ગયો કે સ્પીકર મીરા કુમારે સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી.

અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પ્રમોશનમાં આરક્ષણના મુદ્દે બુધવારે લોકસભા સભ્ય વિભાજિત જોવા મળ્યા. સભ્યોના હંગામાના કારણે લોકસભા અધ્યક્ષ મીરા કુમારને ત્રણ વખત સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી. સૌથી પહેલા કાર્યવાહી 12 વાગ્યા સુધી પછી બપોરે 2 વાગ્યા સુધી અને ત્રીજી વાર બપોરે ત્રણ વાગ્યા સુધી સદનની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી.

English summary
SP member snatched a copy of the bill from the hands of MoS V Narayanasamy and tore it to register his protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X