For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણી પરિણામઃ આ પાંચ કારણોથી હારી કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 8 ડિસેમ્બરઃ વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ ગયા છે કે, કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. એક્ઝિટ પોલના પરિણામ સંપૂર્ણ પણે સાચા સાબિત થઇ રહ્યાં છે અને પરિણામ દર્શાવી રહ્યાં છે કે, દેશમાં હાલના સમયે કોંગ્રેસ વિરુદ્ધની લહેર ચાલી રહી છે. જે લોકસભા ચૂંટણીનું ગણીત બગાડી શકે છે. લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ જણાવી રહી છે કે, કોંગ્રેસથી ત્રસ્ત દેશની જનતા છે જે કોઇપણ પ્રકારે હાથનો સાથ ઇચ્છી રહી નથી.

rahul-gandhi-narendra-modi
પરિણામ જણાવી રહ્યાં છે કે, કોંગ્રેસને તેની ભૂલોની સજા મળી રહી છે. કોંગ્રેસે દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી છે. તેમનું કહેવું છે કે, તે આત્મવિશ્લેષણ કરશે. પોતાની હારને કેવી રીતે લે છે ને કેવી રીતે તે લોકોને પોતાની હારનું કારણ જણાવે છે. એ તો રવિવારે સાંજે જ ખબર પડશે, પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસની હારના પાંચ કારણ જણાવી રહ્યાં છે. જે અહીં નીચે જણાવવામાં આવ્યા છે.

મોંઘવારી
દેશની તમામ જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, રોટી, કપડાં અને મકાનની ચાહત રાખતી ભારતીય જનતા માને છે કે, કોંગ્રેસે વધતી રહેતી મોંઘવારી પર કોઇ રોક લગાવ્યા નથી અને શાકભાજીથી લઇને દૂધ સુધી મોંઘવારી વધી છે, જે કોંગ્રેસની હારનું સૌથી મોટુ કારણ છે.

ભ્રષ્ટાચાર
વર્ષ 2009થી જ્યારથી કેન્દ્રમાં કોંગ્રેસ આવી છે, ત્યારથી કૌભાંડની લાઇન લાગી છે. કોંગ્રેસ સત્તાના નેતા ભ્રષ્ટાચારના ભરડામાં જોવા મળ્યા. અણ્ણા હજારેના લોકપાલ બીલના આંદોલનમાં સરકાર તરફથી કરવામાં આવેલા વર્તનથી કોંગ્રેસના હારનું મોટું કારણ છે.

જાણીતા ચહેરાનો અભાવ
કોંગ્રેસના સંગઠનમાં સૌથી મોટો અભાવ જોવા મળી રહ્યો હોય તો તે નેતૃત્વ કમાન કોને આપવી તે છે, જેના કારણે લોકોનો પાર્ટી પરથી વિશ્વસ ઉઠી રહ્યો છે.

રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સ્પષ્ટ નહીં હોવું પણ પરાજયનું કારણ માનવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા ગંભીર મુદ્દા પર રાહુલ ગાંધીનું શાંત રહેવુ પણ લોકોને પાર્ટીથી દૂર કરવાનું કારણ મનાઇ રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ
એક સાચા અને ઇમાનદાર છબીના માલિક અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસની ઇચ્છાઓ પર પાણી ફેરવી દીધુ છે. રાહુલ ગાંધી કરતા વધુ વિશ્વાસ લોકોને અરવિંદ કેજરીવાલ પર છે.

English summary
State Assembly Election Counting Results shows that the party has lost people's trust. Here are 5 reason for the defeat of Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X