For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા પુષ્કર કેસઃ 'સમાંતર ટ્રાયલ' ન ચલાવી શકે મીડિયા, HCએ અર્નબ ગોસ્વામી પાસે માંગ્યો જવાબ

હાઈકોર્ટે ગુરુવારે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને સંયમ જાળવવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાઈકોર્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં સમાંતર તપાસ અને સુનાવણી વિશે ગુરુવારે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને સંયમ જાળવવાના નિર્દેશ આપ્યા છે અને અદાલતમાં ચાલી રહેલ કેસ પર કોઈ પણ નિવેદનબાજી કરવાની ઈનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ રીતે અર્નબ ગોસ્વામીને સોગંદનામાનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે અને કહ્યુ છે કે અદાલત એમ નથી કહેતી કે કોઈ પણ મીડિયાને નિયંત્રિત કરશે પરંતુ તપાસની પવિત્રતા જાળવી રાખવી પડશે.

અર્નબ ગોસ્વાની ચેનલ પર કેસ સંબંધિત રિપોર્ટ્સ પર રોક લગાવો

અર્નબ ગોસ્વાની ચેનલ પર કેસ સંબંધિત રિપોર્ટ્સ પર રોક લગાવો

કોર્ટે અર્નબ ગોસ્વામીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે હવે ગુનાહિત કેસમાં પોલિસની કપાસ ચાલી રહી હોય તો મીડિયા દ્વારા સમાંતર તપાસ કરી શકાય નહિ. આ વાત દિલ્લી હાઈકોર્ટના જજ મુક્તા ગુપ્તાએ શશિ થરુરની અરજી પર સુનાવણી કરતી વખતે કહી છે. ઉલ્લેખનીય છે કે શશિ થરુરે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અર્નબ ગોસ્વાની ચેનલ પર કેસ સંબંધિત રિપોર્ટ્સ પર રોક લગાવવામાં આવે.

ઉચ્ચ ન્યાયલે મીડિયા વિશે કહી આ વાત

ઉચ્ચ ન્યાયલે મીડિયા વિશે કહી આ વાત

સાથે જ હાઈકોર્ટે એ પણ કહ્યુ કે ગુનાહિત સુનાવણીનો કોર્સ કર્યા બાદ પત્રકારિતામાં આવવુ જોઈએ. ઉચ્ચ ન્યાયાલયે એક ડિસેમ્બર 2017ના આદેશનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે પ્રેસ કોઈને દોષી ન ગણાવી શકે, તે કોઈ તપાસ વિશે ટિપ્પણી ન કરી શકે. મીડિયાએ કોઈને દોષી સાબિત ન કરવા જોઈએ અને ના અયોગ્ય દાવા કરવા જોઈએ. મીડિયાએ કોઈ પણ કેસની તપાસની પવિત્રતાને સમજવી જોઈએ, સાથે જ કોર્ટે ગોસ્વાીને આ કેસમાં જવાબ દાખલ કરવા માટે પણ કહ્યુ છે.

દિલ્લીની ફાઈવ સ્ટાર હોટલમાં મૃત મળી હતી સુનંદા

દિલ્લીની ફાઈવ સ્ટાર હોટલમાં મૃત મળી હતી સુનંદા

તમને જણાવી દઈએ કે 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્લીની ફાઈવ સ્ટાર હોટલમાં થયેલા સુનંદા પુષ્કર મૃત મળી આવી હતી. થરુરના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યુ કે સુનંદા પુષ્કર કેસમાં અત્યાર સુધી ચાર્જશીટ ફાઈલ નથી થઈ. અત્યાર સુધી હત્યાની વાત પણ સામે નથી આવી પરંતુ અર્નબ ગોસ્વામી પોતાના કાર્યક્રમોમાં દાવો કરતા રહે છે કે સુનંદાની હત્યા કરવામાં આવી છે, છેવટે તે ટીવી ડિબેટમાં કેવી રીતે કહી શકે.

એક વાર ફરીથી તૂટ્યો કોરોના વાયરસનો રેકોર્ડ, 24 કલાકમાં મળ્યા 96 હજારથી વધુ નવા કેસએક વાર ફરીથી તૂટ્યો કોરોના વાયરસનો રેકોર્ડ, 24 કલાકમાં મળ્યા 96 હજારથી વધુ નવા કેસ

English summary
Sunanda Pushkar case: There cannot be a parallel investigation by the media when police investigation is on said the Delhi HC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X