For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા પુષ્કર મર્ડર કેસમાં મોટો ખુલાસો, દવાના ઓવરડોઝથી થયું હતું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચ: કેન્દ્રિય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. તાજા મામલામાં ખુલાસો થયો છે કે સુનંદા પુષ્કરનું મોત દવાના ઓવરડોઝના લીધે થયું છે. શનિવારે આવેલા બિસરા રિપોર્ટમાં સુનંદા પુષ્કરના શરીરમાં કોઇ પ્રકારનું ઝેરી કેમિકલ મળ્યું નથી. આ રિપોર્ટ આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવે છે કે સુનંદાનું મોત ઝેર ખાવાથી થયું નથી. ઘટના બાદ સુનંદા પુષ્કરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું હતું.

સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખાલી પેટ વધુ દવાઓના સેવનથી બનેલા ઝેરથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ મોતના સ્પષ્ટ કારણો અંગે ખબર ન પડતાં તેને બિસરા પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું અને તેને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

sunanda-pushkar-601

હાઇપ્રોફાઇલ કેસ થવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સીબીઆઇ તપાસનો અનુરોધ કર્યો હતો કે જલદી થી જલદી કેસની તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જે રિપોર્ટ સોંપ્યો હતો તેમાં સુનંદાનું મૌત ઝેરથી મોત થયું હોવાની વાત કહી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની લાશ દિલ્હીના ફાઇવ સ્ટાર હોટલ લીલામાંથી મળી આવ્યો હતો.

English summary
The viscera report of Sunanda Pushkar, Union Minister Shashi Tharoor’s wife who died under mysterious circumstances two months ago, hints towards drug poisoning but its findings are still inconclusive to file an FIR in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X