For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે 2 ફિંગર ટેસ્ટ પર લગાવ્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારની ખેર નથી

રેપ કેસમાં હવે યુવતી પર કરાતા ટુ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમે પકડક પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રેપની પુષ્ટિ કરવા માટે આ પ્રકારનું અવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવશે તેને દુરાચારનો દોષી માનવામાં આવશે. સુપ્રીમ ક

|
Google Oneindia Gujarati News

રેપ કેસમાં હવે યુવતી પર કરાતા ટુ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમે પકડક પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રેપની પુષ્ટિ કરવા માટે આ પ્રકારનું અવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવશે તેને દુરાચારનો દોષી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 2013માં જ આ પ્રથાને સંવિધાનની મર્યાદાઓ વિરૂદ્ધ કહ્યું હતું. જ્યારે કોર્ટને ખબર પડી કે આ પ્રક્રિયા હજુ સુધી સંપૂર્ણપણે બંધ નથી થઈ, ત્યારે સોમવારે આ આદેશ જારી કર્યો છે.

ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ

ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે સોમવારે રેપ અને યૌન હિંસાના મામલામાં ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેઓ આવી તપાસ કરશે તેઓ દુરાચાર માટે દોષિત ઠેરવવામાં આવશે. ટુ-ફિંગર ટેસ્ટ એ એક અવૈજ્ઞાનિક શારીરિક પરીક્ષણ છે જે રેપ પીડિતાના ગુપ્તાંગમાં બે આંગળીઓ નાખીને સ્નાયુઓની શિથિલતાને માપે છે અને તેના આધારે તેમની 'વર્જિનિટી' નક્કી કરવાનો દાવો કરે છે.

ટુ ફિંગર ટેસ્ટ કરાવનારા દુરાચારના દોષી

ટુ ફિંગર ટેસ્ટ કરાવનારા દુરાચારના દોષી

બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી ઠેરવતા ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ તેમના ચુકાદામાં અવલોકન કર્યું કે "પીડિતાના યૌન ઇતિહાસના પુરાવા કેસ માટે મહત્વપૂર્ણ નથી". અફસોસની વાત છેકે આજે પણ આવું કરવામાં આવી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે આવી તપાસ હાથ ધરનાર વ્યક્તિઓને ચેતવણી આપી છે કે તેઓ ગેરવર્તણૂક માટે દોષી સાબિત થશે અને મેડિકલ કોલેજોની અભ્યાસ સામગ્રીમાંથી ટુ-ફિંગર ટેસ્ટને પણ દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે "બળાત્કાર પીડિતાની અવૈજ્ઞાનિક અને આક્રમક તપાસ તેના યૌન આઘાતને ફરીથી ઇજા પહોંચાડે છે". ,

ટુ ફિંગર ટેસ્ટનો કોઇ વૈજ્ઞાનિક આધાર નહી

ટુ ફિંગર ટેસ્ટનો કોઇ વૈજ્ઞાનિક આધાર નહી

સર્વોચ્ચ અદાલતે બળાત્કાર-હત્યાના કેસમાં દોષિતને હાઈકોર્ટના આદેશને બદલીને આજીવન કેદની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેંચે કહ્યું, "આ કોર્ટે બળાત્કાર અને યૌન શોષણના કેસોમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગની વારંવાર નિંદા કરી છે. આ કથિત પરીક્ષણ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. વાસ્તવમાં તે સ્ત્રીને ફરીથી પીડિત કરે છે અને તેને આઘાતમાં મૂકે છે. હવે ટુ ફિંગર ટેસ્ટ નહીં હોય.

આ ટેસ્ટ ખોટી ધારણા પર આધારીત

આ ટેસ્ટ ખોટી ધારણા પર આધારીત

સુપ્રીમ કોર્ટે 2013માં જ ટૂ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન કરવો જોઈએ. ટુ ફિંગર ટેસ્ટની પદ્ધતિ વૈજ્ઞાનિક નથી અને તે મહિલાની 'ગુપ્તાંગમાં બે આંગળીઓ નાખીને તેમની 'વર્જીનીટી' તૂટી ગઈ છે કે નહીં તે નક્કી કરવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં ટુ ફિંગર ટેસ્ટને પુરૂષ-પ્રધાન માનસિકતાનું પ્રતીક માનવામાં આવે છે, જે ધારે છે કે જે સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે તેની યૌન હિંસા થવાની શક્યતા ઓછી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, 'આ ટેસ્ટ એ ખોટી માન્યતા પર આધારિત છેકે સેક્સ્યુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર થઈ શકતો નથી'.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જારી કર્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જારી કર્યો આદેશ

કેટલાક કોર્ટના નિર્ણયો અને સંશોધનોથી જાણવા મળ્યું છે કે જાતીય હિંસાને સ્ત્રીના જાતીય ઇતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી અને કોઈપણ સ્ત્રી તેનો ભોગ બની શકે છે. સુપ્રીમ કોર્ટના આજના આદેશ પછી ભાગ્યે જ કોઈ ડોક્ટર બળાત્કારના કેસમાં આવા ટેસ્ટ દ્વારા બળાત્કારની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરશે. ખંડપીઠે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે યૌન હિંસા અને બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ કરવામાં ન આવે. કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોને આ સંદર્ભે માર્ગદર્શિકા બનાવવા અને તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

English summary
Supreme Court banned 2 finger test in rape case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X