• search

સર્વે: મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસમાં ખરાખરીનો ખેલ

નવી દિલ્હી, 4 એપ્રિલ: ચૂંટણીના મહાસંગ્રામમાં આજે વાત કરવાની છે મહારાષ્ટ્રની. સવાલ એ છે કે દેશભરમાં નરેન્દ્ર મોદીના લહેરની વાત કરવામાં આવી રહી છે તે મહારાષ્ટ્રમાં કેટલી છે. સવાલ એ પણ છે કે છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે મતોનું જે અંતર હતું તે ઓછું થયું છે કે વધ્યું છે. જો વધ્યું છે તો કોના પક્ષમાં? આ ઉપરાંત વોટરના મનમાં શું છે અને શું છે મહારાષ્ટ્રના ચૂંટણી મુદ્દા.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે બેઠકોવાળુ રાજ્ય છે. અહીં કોંગ્રેસ+એનસીપીની સામે પ્રદર્શન કરવાનો પડકાર છે. રાજ ઠાકરેના મોદી સમર્થનથી સ્થિતિ થોડી બદલાવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીના પરિણામ ભાજપ+શિવસેના ગઠબંધન પર અસર પાડી શકે છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન તેના ભવિષ્ય પર અસર પાડશે.

આવો જાણીએ કે મહારાષ્ટ્રની જનતા શું કહે છે આ સર્વેમાં...

મહારાષ્ટ્રના લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું કામકાજ કેવું છે?

મહારાષ્ટ્રના લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું કામકાજ કેવું છે?

માર્ચમાં થયેલા સર્વે પ્રમાણે રાજ્ય સરકાર પ્રત્યે સંતુષ્ટિનું સ્તર કુલ -9 ટકા છે, જ્યારે કેન્દ્ર સરકાર પ્રત્યે સંતુષ્ટિનું સ્તર કુલ 1 ટકા છે.

શું યૂપીએને કેન્દ્રમાં વધુ એક તક મળવી જોઇએ?

શું યૂપીએને કેન્દ્રમાં વધુ એક તક મળવી જોઇએ?

સર્વે અનુસાર 23 ટકા લોકો વધુ એક તક આપવાના પક્ષમાં છે, જ્યારે 58 ટકા લોકો એવું નથી ઇચ્છતા.

મહારાષ્ટ્રના ચૂંટણી મુદ્દા છું છે?

મહારાષ્ટ્રના ચૂંટણી મુદ્દા છું છે?

સર્વે અનુસાર 20 ટકા લોકો વિકાસને ચૂંટણી મુદ્દો માને છે. 19 ટકા લોકો ભ્રષ્ટાચારને, 16 ટકા લોકો મોંઘવારીને, 5 ટકા લોકો બેરોજગારીને અને 5 ટકા લોકો માટે ખેડૂતોની સમસ્યા ચૂંટણી મુદ્દો છે.

મહારાષ્ટ્રમાં કોને કેટલાં વોટ?

મહારાષ્ટ્રમાં કોને કેટલાં વોટ?

સર્વેમાં 43 ટકા વોટ ભાજપ+શિવસેના+આરપીઆઇ(એ)ના પક્ષમાં જતી દેખાઇ રહી છે જ્યારે 33 ટકા વોટ કોંગ્રેસ+એનસીપીના પક્ષમાં જવાનું અનુમાન છે. આ ઉપરાંત 5 ટકા વોટ આપને, 4 ટકા વોટ બસપાને અને 3 ટકા વોટ એમએનએસને મળવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો?

મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો?

આપને જણાવી દઇએ કે 80 બેઠકોવાળી યુપી બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 48 લોકસભા બેઠકો છે. સર્વે અનુસાર અહીં ભાજપ+શિવસેના+આરપીઆઇ(એ) ગઠબંધનને સૌથી વધારે 24થી 30 બેઠકો મળવાની સંભાવના છે. ત્યારબાદ કોંગ્રેસ+એનસીપીને 16થી 22 બેઠકો જ્યારે અન્યને 1થી 3 બેઠકો મળવાનું અનુમાન છે.

મહારાષ્ટ્રના કયા વિસ્તારમાં કોને વધારો?

મહારાષ્ટ્રના કયા વિસ્તારમાં કોને વધારો?

સર્વે અનુસાર વિદર્ભમાં ભાજપ+શિવસેના આગળ છે અને અહીં આપને પણ ફાયદો મળવાનું અનુમાન છે. મરાઠવાડામાં ભાજપ+શિવસેના અને કોંગ્રેસ + એનસીપીની વચ્ચે કાંટાની ટક્કર છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ+એનસીપીને સરળ બઢત મળતી દેખાઇ રહી છે, જ્યારે ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ+શિવસેનાને સરળ બઢત મળવાનું અનુમાન છે. જ્યારે કોંકણમાં ભાજપ+શિવસેના આગળ છે અને આપને પણ ફાયદો મળતો દેખાઇ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોનું ક્યાં સમર્થન?

મહારાષ્ટ્રમાં કોનું ક્યાં સમર્થન?

સર્વે અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં 39 ટકા વોટ ભાજપ+ના પક્ષમાં જ્યારે 36 ટકા વોટ કોંગ્રેસ+ના પક્ષમાં જવાનું અનુમાન છે. શહેરી વિસ્તારોની વાત કરીએ તો અહીં 48 ટકા વોટ ભાજપ+ના પક્ષમાં 29 ટકા વોટ કોંગ્રેસ+ના પક્ષમાં જતા દેખાઇ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કયા વર્ગનું કોને સમર્થન?

મહારાષ્ટ્રમાં કયા વર્ગનું કોને સમર્થન?

સર્વે અનુસાર 40 ટકા મરાઠા વોટ ભાજપ+ને અને 33 ટકા મરાઠા વોટ કોંગ્રેસ+ને મળવાનું અનુમાન છે. અન્ય ઉચ્ચ જાતિઓના 58 ટકા વોટ ભાજપ+ની સાથે અને 23 ટકા કોંગ્રેસ+ના પક્ષમાં જાય છે. ઓબીસીની વાત કરીએ તો 49 ટકા ઓબીસી વોટ ભાજપ+ના પક્ષમાં 28 ટકા વોટ કોંગ્રેસ+ના પક્ષમાં જવાનું અનુમાન છે.

બાલ ઠાકરેની વિરાસતનો અસલી હકદાર કોણ?

બાલ ઠાકરેની વિરાસતનો અસલી હકદાર કોણ?

સર્વે અનુસાર 14 ટકા લોકો ઉદ્ધવને હકદાર માને છે જ્યારે 27 ટકા લોકો શિવસેના સમર્થક ઉદ્ધવના પક્ષમાં દેખાયા. જ્યારે 41 ટકા લોકો રાજ ઠાકરેના પક્ષમાં દેખાયા જ્યારે 51 ટકા શિવસેના સમર્થકોએ રાજને હકદાર ગણાવ્યો. કુલ 10 ટકા લોકો ઉદ્ધવ-રાજ બંનેને બાલ ઠાકરેની વિરાસતના હકદાર માને છે, જ્યારે 8 ટકા શિવસેના સમર્થક પણ આ મતથી નિસબત ધરાવે છે. આ ઉપરાંત કુલ 9 ટકા લોકો ઉદ્ધવ-રાજ બંનેને હકદાર નથી માનતા જ્યારે 5 ટકા શિવસેના સમર્થક પણ બંનેના પક્ષમાં નથી.

એમએનએસના મોદી સમર્થનથી કોને ફાયદો?

એમએનએસના મોદી સમર્થનથી કોને ફાયદો?

સર્વે અનુસાર કુલ 40 ટકા લોકો માને છે કે ભાજપ+શિવસેનાને ફાયદો થઇ શકે છે. આ જ મત 51 ટકા ભાજપ વોટરો, 43 ટકા શિવસેના વોટરો, 58 ટકા એમએનએસ વોટરો અને 35 ટકા કોંગ્રેસ+એનસીપી વોટરોને પણ આપ્યા. જ્યારે કુલ 20 ટકા લોકોએ માન્યુ કે એમએનએસના મોદી સમર્થનથી ભાજપ+ શિવસેનાને નુકસાન થશે. એવું માનનારોમાં 18 ટકા ભાજપ વોટર, 22 ટકા શિવસેના વોટર, 8 ટકા એમએનએસ વોટર અને 25 ટકા કોંગ્રેસ+એનસીપી વોટરનો પણ સમાવેશ થાય છે.

કોણ બને વડાપ્રધાન?

કોણ બને વડાપ્રધાન?

સર્વે અનુસાર મહારાષ્ટ્રના વોટરોના જે મત મળ્યા તેમાં 42 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી, 16 ટકા લોકોની પસંદ રાહુલ ગાંધી, 2-2 ટકા લોકોની પસંદ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ છે. આ ઉપરાંત 3 લોકોની પસંદ અરવિંદ કેજરીવાલ અને 2-2 લોકોની પસંદ માયાવતી અને શરદ પવાર છે.

English summary
Lok Sabha Election 2014: Strong Fight between BJP and Congress in Maharashtra says survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more