For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એફડીઆઇ મુદ્દાને ગામડાં સુધી લઇ જવો જોઇએ : મોદી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : સૂરજકુંડમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતા ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'પક્ષના નેતાઓએ એફડીઆઇના મુદ્દાને ગામડાં સુધી લઇ જવો જોઇએ અને કોંગ્રેસને જનતા તરફથી રદિયો મળે તે અંગેનું વ્યવસ્થિત આયોજન કરી દર્શાવ્યું હતું.'

પોતાની વાત રજૂ કરતા સમયે મોદીએ યુપીએ સરકારે લીધેલા ડીઝલમાં ભાવ વધારા, એલપીજી સિલિન્ડરમાં સબસિડીને મર્યાદિત કરવાના અને રિટેલમાં એફડીઆઇના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે એફડીઆઇના મુદ્દાને ગામડાં સુધી લઇ જવો જોઇએ અને કોંગ્રેસને જનતા તરફથી રદિયો મળે તેનું વ્યવસ્થિત આયોજન ગોઠવવાનું જણાવીને ભાજપે સમગ્ર દેશમાં 5000થી વધારે જાહેર સભાઓ યોજીને લોકો, ખેડૂતો અને વેપારીઓને એફડીઆઇને મંજૂરીની નકારાત્મક અસરો અંગે વાત પહોંચાડવાનું જણાવ્યું હતું.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આવનારા સમયમાં ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓના વ્યૂહ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની બાબત એ રહી કે કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી બી એસ યેદુરપ્પા હાજર રહ્યા ન હતા.

English summary
Speaking in BJP's conclave at Surajkund Gujarat CM Narendra Modi said, 'party leaders to take the issue to village level and offered a systematic plan to negate the Congress' "reforms are back" campaign.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X