For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાનાઃ કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, બાજુમાં છે એરફોર્સ એકેડમી

તેલંગાનામાં 48 કલાકની અંદર આગ લાગવાની બીજી મોટી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તેલંગાનામાં 48 કલાકની અંદર આગ લાગવાની બીજી મોટી ઘટના સામે આવી છે. શનિવારે રાતે ડંડીગલ વિસ્તારમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ એટલી વિકરાણ હતી કે 8 ફાયર ટેન્ડરે મોરચો સંભાળવો પડ્યો. આ દૂર્ઘટનામાં કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી. જો કે ફેક્ટરીને થોડુ નુકશાન જરૂર થયુ છે. જે જગ્યાએ આ ફેક્ટરી સ્થિત છે ત્યાંથી થોડી દૂર એરફોર્સ એકેડમી છે.

fire

માહિતી મુજબ તેલંગાનાના મેડચલ-મલકાજગિરી જિલ્લાના ડંડીગલ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરી છે. શનિવારે રાતે ફેક્ટરીની અંદરથી ધૂમાડો નીકળતો જોવામાં આવ્યો. થોડી વાર બાદ ત્યાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધુ. ઉતાવળમાં ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી ત્યારે સ્થિતિ કાબુમાં આવી. દૂર્ઘટનામાં કોઈના માર્યા જવાના સમાચાર નથી. હજુ સુધી આગ લાગવાના કારણો વિશે જાણી શકાયુ નથી. ઘટના સ્થળથી થોડી દૂર એરફોર્સ એકેડમી છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે મોડી રાતે શ્રીશૈલમ સ્થિત પાવર સ્ટેશનમાં આગ લાગી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ આગ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્લાન્ટના યુનિટ નંબર 4માં શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્યારબાદ મદદ માટે એનડીઆરએફની ટીમને બોલાવવી પડી. આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રીશૈલમ પાવર પ્લાન્ટ કૃષ્ણા નદી પર સ્થિત છે જે આંધ્ર અને તેલંગાનાને વિભાજિત કરે છે. આગ તેલંગાનાની તરફવાળા લેફ્ટ પાવર બેંકમાં લાગી હતી.

Good News: 73 દિવસમાં દેશને મળશે કોરોનાની વેક્સીન, લોકોને મફતમાં મૂકાશે રસીGood News: 73 દિવસમાં દેશને મળશે કોરોનાની વેક્સીન, લોકોને મફતમાં મૂકાશે રસી

English summary
Telangana: fire broke out in chemical factory in Dundigal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X