બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછી આ ટીવી અભિનેત્રીએ આત્મહત્યા કરી
તેલુગુ ટીવી અભિનેત્રી નાગા ઝાંસીએ બુધવારે પોતાના હૈદરાબાદમાં આવેલા ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.
તેલુગુ ટીવી અભિનેત્રી નાગા ઝાંસીએ બુધવારે પોતાના હૈદરાબાદમાં આવેલા ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. નાગા (21) ની લાશ શ્રીનગર કોલોનીમાં તેના એક ફ્લેટમાં પંખાથી લટકતી મળી આવી. જે સમયે અભિનેત્રીએ આત્મહત્યા કરી ત્યારે તે ઘરના એકલી હતી. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જયારે તેના ભાઈ દુર્ગા પ્રસાદે દરવાજો ખખડાવ્યો અને અંદરથી કોઈ અવાઝ નહીં આવ્યો. ત્યારપછી તેને પાડોસીઓને બોલાવ્યા, જયારે બધાએ ભેગા મળીને દરવાજો તોડ્યો ત્યારે નાગાની લાશ પંખા પર લટકતી મળી આવી.

રિપોર્ટ અનુસાર એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટ ઘ્વારા ખુલાસો થયો છે કે તે સૂર્યા નામના યુવક સાથે રિલેશનમાં હતી. સુસાઇડ નોટમાં ઈશારો હતો કે ટીવી અભિનેત્રી જે યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી તેના પરિવાર લગ્ન માટે રાજી ના હતા. માતા-પિતાને કારણે યુવક પણ તેની સાથે લગ્ન કરવા રાજી ના હતો. સુર્યાના જવાબથી નાગા ડિપ્રેશનમાં ચાલી ગઈ, જેને કારણે તેને આત્મહત્યા કરી લીધો.
આ પણ વાંચો: ઘરમાં મળી પત્નીની લાશ, PAC જવાન પર દહેજ અને હત્યાનો કેસ
આંધ્રપ્રદેશની રહેનાર નાગા ઝાંસીએ માં ટીવીની ફેમસ સિરિયલ 'પવિત્ર બંધમ' સહીત બીજી પણ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે છેલ્લા કેટલાક સમયથી એક બ્યુટી પાર્લર પણ ચલાવી રહી હતી. ઝાંસી છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતી. તેમના નિધનથી તેલુગુ ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
આ પણ વાંચો: બે બહેનોએ એક સાથે ફાંસી લગાવી, કારણ તમને હેરાન કરી દેશે












Click it and Unblock the Notifications
