For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી હુમલો : 3 જવાન શહીદ

|
Google Oneindia Gujarati News

kashmir-attack
કાશ્મીર, 24 મે : ભારતના દક્ષિણ કાશ્મીરમાં શંકાસ્પદ ચરમપંથીઓએ કરેલા હુમલામાં ભારતીય લશ્કરના ત્રણ જવાનો માર્યા ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. બિનસત્તાવાર માહિતી અનુસાર સેનાના જવાબમાં એક ચરમપંથી પણ માર્યો ગયો છે.

કાશ્મીર સ્થિત સેનાની 15મી કોરના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નરેશ વિજે જણાવ્યું કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારથી જ્યારે સેનાની ટુકડી પસાર થઇ રહી હતી, ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે "શરૂઆતના સંઘર્ષમાં આપણા ત્રણ જવાનો માર્યા ગયા છે. ત્યાર બાદ સેનાએ એક માઇલ દૂર ચરમપંથીઓને ઘેરી લીધા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે."

આ દરમિયાન ગુપ્તચર વિભાગના એક અગ્રણી અધિકારીએ બીબીસીને જણાવ્યું કે તેઓ પોતાની પાછળ બે એસએલઆર રાઇફલ છોડી ગયા છે. આ રાઇફલ પાછલા વર્ષે એક ચોકીમાંથી ચોરવામાં આવી હતી. પાછલા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં ચરમપંથ ઘટ્યો છે, જેના કારણે પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત હવે અલગતાવાદી સશસ્ત્ર આંદોલનો પણ થંભી ગયા છે.

આ પહેલા ગુરુવારે પોલીસે દાવો કર્યો હતો કે તેમણે ચરમપંથી હિલાલ અહેમદને મારી નાખ્યો છે. પોલીસ છેલ્લા કેટલાક સમયથી અહેમદને શોધી રહી હતી. કારણ કે પોલીસ તેને રસ્તાઓ પર હિંસક આંદોલનનો જવાબદાર ગણે છે.

English summary
Terror attack in South Kashmir : 3 soldiers killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X