For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુમાં CISFની બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, બે ઘાયલ

જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે CISFના જવાનોની બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે CISFના જવાનોની બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ જવાનો સવારની શિફ્ટ કરવા માટે સવારે લગભગ 4.25 વાગે જઈ રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ બસ પર ચઢ્ઢા કેમ્પ પાસે હુમલો કરી દીધો છે. CISFના અધિકારીએ જણાવ્યુ કે સીઆઈએસએફના આ હુમલાનો જવાનોએ જોરદાર સામનો કર્યો અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો. જેના કારણે આતંકીઓએ ત્યાંથી ભાગવુ પડ્યુ. આ દરમિયાન એક એએસઆઈને ગોળી વાગી ગઈ અને તે શહીદ થઈ ગયા જ્યારે બે જવાન ઘાયલ થયા છે.

terrorist

આજે સવારે જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે જ્યારે ચાર જવાન ઘાયલ થઈ ગયા છે. જમ્મુ ઝોનના એડીજી મુકેશ સિંહે જણાવ્યુ કે અમે રાતે આખા વિસ્તારને ખાલી કરાવી લીધુ હતુ અને તેને ચારે તરફથી ઘેરી લીધુ હતુ. એનકાઉન્ટર હજુ પણ ચાલી રહ્યુ છે, આતંકી એવુ લાગે છે કે ઘરની અંદર છૂપાયા છે, અમે તેમને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસના પ્રસંગે 24 એપ્રિલ, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. તે રાજ્યના પલ્લીથી દેશની પંચાયતોને સંબોધિત કરશે. બે દિવસ પહેલા જ સુરક્ષાબળોએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા(આઈબી) પર હીરાનગર સેક્ટરથી પાંચ શંકાસ્પદોને પકડ્યા છે. પૂછપરછ બાદ આમાંથી બે લોકોને જમ્મુ મોકલી દીધા છે. પોલિસે બુધવારે સવારે સીમા પાસેના ગામોમાં બેગ અને દસ્તાવેજો સાથે શંકાસ્પદોને પકડ્યા.વર્ષ 2018માં, આતંકવાદીઓએ સુંજવાંમાં સેનાના શિબિર પર હુમલો કર્યો હતો ત્યારે પાંચ સુરક્ષાકર્મી અને એક નાગરિકનુ મોત થયુ હતુ.

English summary
Terror attack on CISF bus in Chaddha Camp in Jammu ASI martyred.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X