For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની યાત્રા પર ત્રાસવાદી હુમલાની દહેશત

|
Google Oneindia Gujarati News

Narendra Modi In Rathyatra
અમદાવાદ. 13 સપ્ટેમ્બર: ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા નરેન્દ્ર મોદીની સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ઉપર ત્રાસવાદી હુમલાની આશંકા સેવાઈ રહી છે. આઈબી તરફથી મોકલાયેલા એક ઇનપુટમાં જણાવ્યા મુજબ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા મોદીની રથયાત્રા ઉપર હુમલાનુ ષડયંત્ર રચી રહ્યું છે.

આઈબીએ ગુજરાત સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે લશ્કર-એ-તોયબા મોદીની સભાઓ દરમિયાન બૉમ્બ વિસ્ફોટો કરી શકે છે અને તેને માટે લશ્કરના કેટલાંક આતંકવાદીઓ ગુજરાતમાં ઘુસી પણ ચુક્યાં છે. આઈબી તરફથી માહિતી મળતાં જ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

નોંધનીય છે કે આ વર્ષનાં અંતે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ થવાની છે, જેને માટે મોદીએ 11મી સપ્ટેમ્બરથી મેહસાણાના બહુચરાજી ખાતેથી આ યાત્રા શરૂ કરી છે. યુવાનોને આકર્ષિત કરવા માટે મોદીની રથ યાત્રા 11મી ઑક્ટોબર સુધી ચાલશે.

આઈબીની આ ચેતવણી બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સરહદી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અગાઉ પણ આતંકવાદી સંગઠનોએ મોદીને પોતાના નિશાન બનાવવાની કોશિશ કરી હતી. આ વખતે પણ મોદીની સભાઓ દરમિયાન બૉમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું છે, પણ આઈબીની સતર્કતાને પગલે હવે રાજ્ય સરકાર અને પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X