For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup 2024 ના ફોર્મેટમાં બદલાવ કરાયો, હવે આવો હશે ક્વોલિફાઇંગ રાઉન્ડ!

હાલમાં જ T20 World Cup પુરો થયો છે અને ઈંગ્લેન્ડ વિજેતા થયુ છે. હવે આવતા 2024ના ટી20 વર્લ્ડકપને લઈને આઈસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હાલમાં જ T20 World Cup પુરો થયો છે અને ઈંગ્લેન્ડ વિજેતા થયુ છે. હવે આવતા 2024ના ટી20 વર્લ્ડકપને લઈને આઈસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ રહેલા આ વર્લ્ડકપ માટે આઈસીસીએ આ નિયમો જાહેર કર્યા છે. હવે T20 વર્લ્ડ કપ 2022ની ટોપ 8 ટીમો સીધી ક્વોલિફાય થશે. આ સિવાયની બાકીની ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ રમશે.

t20 world cup

હાલની સ્થિતીમાં, T20 વર્લ્ડ કપ 2022ની ટોપ-8 ટીમો સિવાય અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સીધી એન્ટ્રી મળશે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા આ ​​વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે તો તેને પણ સીધી એન્ટ્રી મળશે. 2024 T20 વર્લ્ડ કપ માટે કુલ 12 ટીમો નક્કી કરવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો હશે. હાલ 20 ટીમોમાં 12 ટીમો ફિક્સ છે, પરંતુ 8 ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ પછી નક્કી થશે.

મળતી વિગતો અનુસાર, 2 ટીમોને 5-5નાં રાઉન્ડમાં ડિવાઈડ કરવામાં આવશે. તમામ ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાઈ થશે. અહીં સુપર-12 રાઉન્ડની બાદબાકી કરાઈ છે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચ રમાશે. આ 55 મેચમાં લગભગ ત્રીજા ભાગની મેચ અમેરિકામાં રમાશે જ્યારે બાકીની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

English summary
The format of T20 World Cup 2024 has been changed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X