For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ બાપુનો ફરી બફાટ, મીડિયાને કહ્યું 'Barking Dogs'

|
Google Oneindia Gujarati News

asaram bapu
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુએ આજે મંગળવારે ફેરવી તોળીને કહ્યું કે મીડિયાએ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. જેમાંથી બદનામીની ગંધ આવે છે, તેઓ આવી બદનામીથી નથી ડરતા. આસારામ આજે સોલાપૂર જિલ્લાના પંઢરપૂરમાં સત્સંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં તેમણે જણાવ્યું કે કોઇ મારા નામથી ટીઆરપી વધારવા માંગે છે તો હું શું કરું. અમે બદ નથી તો બદનામ કેવી રીતે થઇશું.

આ પહેલા આસારામે જણાવ્યું કે પુરુષોની સામે વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. મહિલાઓની સુરક્ષા સાથે અમે સહમત છીએ. મહિલાઓનું સમ્માન અમે જેટલું વધારવા માગીએ છીએ તેટલું તો કોઇ વિચારી પણ ના શકે. તો પણ કાનૂન એવો ના બનવો જોઇએ કે કોઇ ખોટી રીતે એક બીજાને નીચા દેખાડવા માટે કોઇ બાજારુ મહિલાઓનો ઉપયોગ કરીને કોઇ કાનૂનનો દૂરઉપયોગ ના કરે.

બાપુએ જણાવ્યું હતું કે હાથી જ્યારે ચાલે છે ત્યારે કૂતરા ભસે છે. કૂતરાઓ કૂતરાનું કામ કરે અને હાથી હાથીનું કામ કરે છે. એવી જ રીતે મીડિયા મને બદનામ કરવાની કોશીશ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે મે એવું કોઇ ખોટું કહ્યું જ નથી કે મારે મારું નિવેદન પાછું લેવું જોઇએ. મારુ નિવેદન સમજનારા સમજી ગયા એવું કહીને તેમણે અટ્ટ હાસ્ય કર્યું હતું.

રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ મમતા શર્માએ જણાવ્યું કે જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે તે ઠીક નથી અને નેતાઓએ સંયમ રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે મોહન ભાગવત અને આસારામ બાપુએ પોતાનું મોઢું બંધ રાખવાની જરૂર છે.

આ બધા વિવાદોની વચ્ચે શ્રી શ્રી રવિશંકરે આસારામ બાપુ દ્વારા આપવામાં આવે નિવેદનને રદિયો આપી દીધો હતો. તેમજ ભાજપના રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આસારામ આધ્યાત્મિક ગુરુ છે અને તેમના મોઢે આવા શબ્દો સારા નથી લાગતા.

ઉલ્લેખનીય છે કે સોમવારે ભાષણમાં આસારામે જણાવ્યું કે જો પીડિત યુવતીએ આરોપીયોની સામે હાથ-પગ જોડી વિનંતી કરી હોત તો તેની ઇજ્જ અને જીવ બંને બચી જાત. આસારામના આ નિવેદનની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ પણ નિંદા કરી છે.

English summary
Asaram bapu said media is degrading me over gang rape statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X