For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relevant રહેવાનો એક જ મંત્ર છે- Skill, Re-Skill અને Upskill: પીએમ મોદી

Relevant રહેવાનો એક જ મંત્ર છે- Skill, Re-Skill અને Upskill: પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

સ્કિલ ઇન્ડિયા મિશનને આજે પાંચ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે. 2015માં પીએમ મોદીએ દેશના યુવાઓના કૌશલ્ય વિકાસ માટે આ મિશનની શરૂઆત કરી હતી. જેના માટે આજે ઉદ્યોગો મંત્રાલય તરફથી સ્કિલ ઇન્ડિયા પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ પણ ભાગ લીધો. આ દરમિયાન તેમણે સ્કિલ ઇન્ડિયા મિશનને સફળ બનાવ્યું છે.

modi

આ રહી પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

  • પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના આ સંકટે વર્લ્ડ કલ્ચરની સાથે જ નેચર ઑફ જોબને પણ બદલી નાખ્યો છે અને બદલતી ટેક્નોલોજીએ પણ તેના પર પ્રભાવ નાખ્યો છે.
  • પીએમ મોદીએ કહ્યું કે કેટલાય લોકો મને પૂછે છે કે આજના જમાનામાં બિઝનેસ અને બજાર એટલી તેજીથી બદલી રહ્યા છે કે સમજમાં નથી આવતું કે આખરે રિલેવન્ટ કઇ રીતે રહી શકાય. કોરોનાના આ સમયમાં આ સવાલ વધુ મહત્વનો થઇ ગયો છે. જેનો એક જ જવાબ આપું છે, Relevant રહેવાનો મંત્ર છે- Skill, Re-Skill અને Upskill.
  • Skillનો અર્થ છે, તમે કોઇ નવું ટેલેન્ટ શીખો. જેમ કે લાકડાના ટુકડાથી ખુરશી બનાવતા શીખો, તો આ તમારું ટેલેન્ટ થયું. તમે લાકડાના એ ટુકડાની કિંમત પણ વધારી દીધી, પરંતુ આ કિંમત બની રહે, તે માટે નવી ડિઝાઇન, નવી સ્ટાઇલ, એટલે કે દરરોજ નવું જોડવું પડે છે. તેના માટે નવું શીખતા રહેવું પડે છે. આમ જ કંઇક નવું શીખતા રહેવાનો મતલબ છે Re-Skill.
  • આજે ભારતમાં નૉલેજ અને Skill, બનેમાં જે અંતર છે, તે સમજતા કામ થઇ રહ્યું છે. આજથી 5 વર્ષ પહેલા આજના જ દિવસે સ્કિલ ઇન્ડિય મિશન આ સોચ સાથે શરૂ કરાયું હતું.
  • પીએમ મોદી મુજબ ચાર-પાંચ દિવસ પહેલા દેશમાં શ્રમિલોની સ્કિલ મેપિંગનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ પોર્ટલ સ્કિલ્ડ લોકોને, સ્કિલ્ડ શ્રમિકોને મેપિંગ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. આનાથી કંપનીઓ એક ક્લિકમાં જ સ્કિલ્ડ મેપ વાળા વર્કર્સ સુધી પહોંચી જશે.
  • પીએમ મોદીએ કહ્યું કે તમે લૉકડાઉનમાં જોયું હશે કે કેવી રીતે એક ખાસ સ્કિલ સેટ સાથે ગામ પહોંચેલા લોકોએ ગામની કાયાપલટ કરવી શરૂ કરી દીધી. કોઇ સ્કૂલમાં રંગકામ કરી રહ્યું છે તો કોઇ નવી ડિઝાઇનના ઘર બનાવી રહ્યા છે. નાની-મોટી દરેક પ્રકારની આવી સ્કિલ જ આત્મનિર્ભર ભારતની મોટી શક્તિ બનશે.
English summary
There is only one mantra to stay relevant- Skill, Re-Skill and Upskill: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X