For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બકરીઇદ પર બકરીના નામે કુતરા વેચી રહ્યા, ભસવાથી ખબર પડી

આમ તો તમે ઠગાઈના ઘણા કિસ્સો સાંભળ્યા હશે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવી રહ્યો છે તે થોડી વિચિત્ર અને મજાકીયો લાગી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આમ તો તમે ઠગાઈના ઘણા કિસ્સો સાંભળ્યા હશે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવી રહ્યો છે તે થોડી વિચિત્ર અને મજાકીયો લાગી શકે છે. આજે અમે તમને કાનપુરના એક કિસ્સા વિશે જણાવી રહ્યા છે જેમાં કેટલાક ચોરોએ એક વ્યકતિને બકરો જણાવીને કૂતરો પકડાવી દીધો.

bakrid

કાનપુરના જાજમાઉ ચૂંગી મંડીમાં બકરો વેચવા પહોંચેલા અશરફ ને ત્યાં રહેલા લોકોએ પોતાનો શિકાર બનાવ્યો. રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને આ લોકોએ અશરફને એક કાળો કૂતરો પકડાવી દીધો અને તેનો બકરો લઈને ભાગી ગયા. અશરફને ત્યારે ખબર પડી જયારે તે કૂતરો ભસવા લાગ્યો. ત્યારપછી અશરફે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી.

અશરફે પોલીસને જણાવ્યું કે સોમવારે તે મંડીમાં પોતાનો બકરો વેચવા માટે પહોંચ્યો હતો મંડીમાં ભીડ અને અંધારાનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો. અશરફે પોલીસને જણાવ્યું કે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું કે તેનો બકરો છૂટીને ભાગી નીકળ્યો છે જે તે પકડી લાવ્યો છે. ચોર ઘ્વારા દોરી પકડતા જ ચોર તેનો બકરો લઈને ભાગી ગયો. કુતરાના મોઢા પર કપડું બાંધેલું હોવાને કારણે કૂતરો પણ ભસી શક્યો નહીં. અશરફ અનુસાર તેના બકરાની કિંમત લગભગ 6 હજાર રૂપિયા છે. ફરિયાદ નોંધીને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બકરીઈદનાં અવસરે સીએમ યોગી આદિત્યનાથ ઘ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. સીએમ યોગી ઘ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે રસ્તાઓ પર બકરાની બલી નહીં આપવી અને તેની લોહી પણ નાળામાં વહેવું જોઈએ નહીં. અધિકારીઓ સાથે મિટિંગ કરીને સીએમ યોગી ઘ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આપવામાં આવેલા આદેશનું પાલન થવું જોઈએ નહીં તો પરિણામ સારા નહીં આવે.

English summary
thievs exchange dog against goat in kanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X