For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Subhas Chandra Bose Jayanti 2023 : આજે સુભાષ ચંદ્ર બોઝ જયંતી, જાણો નેતાજી વિશે જાણીઅજાણી વાતો

Subhas Chandra Bose Jayanti 2023 : આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી છે. આવા સમયે આપણે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીશું.

|
Google Oneindia Gujarati News

Subhas Chandra Bose Jayanti 2023 : નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 126મી જન્મ જયંતિ છે. દેશ માટે આઝાદીની લડાઇ લડવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી, 1897માં ઓડિશાના કટકમાં થયો હતો. તેમણે આઝાદીની લડાઇ માટે નારો આપ્યો હતો કે, તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા. આ નારાથી સામાન્ય જનતામાં આઝાદીની લડાઇમાં જોડાવાની પ્રેરણ મળી હતી.

મહાત્મા ગાંધી સાથે હતા વૈચારિક મતભેદ

મહાત્મા ગાંધી સાથે હતા વૈચારિક મતભેદ

નેતાજી સુભાષચંદ્ર બોઝને મહાત્મા ગાંધીના વિચારો ક્યારેય મળ્યા ન હતા. મહાત્મા ગાંધી હંમેશા અહિંસાની વાત કરતા હતા અને તેમાંથીતેમણે દેશમાં આઝાદી મેળવવા અંગ્રેજો સામે અહિંસક દાંડી કૂચ (મીઠું સત્યાગ્રહ) કાઢી હતી.

બીજી તરફ નેતાજી તેમનાથી સાવ અલગવિચાર ધરાવતા હતા, તેઓ માનતા હતા કે, દેશને આઝાદી અપાવવા માટે અહિંસા કામ કરી શકે નહીં. તેમણે અંગ્રેજો સામે લડવા માટે એકઅલગ રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી.

ઘણી વખત જેલમાં ગયા

ઘણી વખત જેલમાં ગયા

આઝાદીની લડાઈમાં લોકોને ઉત્સાહિત કરનારા નેતાજી બ્રિટિશ શાસન સાથે બાથ ભીડતા સમયે ઘણી વાર જેલમાં ગયા હતા. તેઓ પૂર્ણ સ્વરાજ માટે 1921 થી 1941 વચ્ચે 11 વખત જેલમાં ગયા હતા.

આ સાથે તેમણે બ્રિટિશ શાસન સામે લોકો રોષ પેદા કર્યો હતો. તેમણે બીજાવિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘ, જર્મની અને જાપાનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં અંગ્રેજો સામે સહયોગ માંગ્યો હતો.

ઓસ્ટ્રિયન યુવતી સાથે કર્યા પ્રેમ લગ્ન

ઓસ્ટ્રિયન યુવતી સાથે કર્યા પ્રેમ લગ્ન

વર્ષ 1937માં નેતાજીએ તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી શેન્કલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નેતાજીએ પ્રેમ માટે એમિલી સાથેલગ્ન કર્યા હતા, પરંતુ તેમનો પહેલો પ્રેમ દેશ માટે હતો.

સરમુખત્યારે આપ્યું નેતાજીનું બિરુદ

સરમુખત્યારે આપ્યું નેતાજીનું બિરુદ

સુભાષ ચંદ્ર બોઝને જર્મન સરમુખત્યાર હિટલર દ્વારા નેતાજીનું બિરુદ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં સુભાષ ચંદ્ર બોઝ દેશની આઝાદી માટેકંઈ પણ કરવા તૈયાર હતા અને તેના કારણે તેઓ જર્મની પહોંચ્યા અને સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી હતી.

હિટલરેભારતને આઝાદી અપાવવામાં મદદ તો ન કરી, પરંતુ સુભાષચંદ્ર બોઝને મળતાં જ તેમને નેતાજીથી સંબોધિત કર્યા હતા. આ બેઠક પછીસુભાષ ચંદ્ર બોઝને નેતાજી તરીકે ઓળખવામાં આવ્યા હતા.

English summary
Today is Subhas Chandra Bose Jayanti 2023, know unknown fact about Netaji
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X