• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિવસ્ત્ર થઇને ચલાવે છે હળ, જાણો વરસાદ વિશે 10 વિચિત્ર ટોટકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જુલાઇ: ભારત કૃષિ પ્રધાન દેશ છે. અહીં વરસાદનું વિશેષ મહત્વ છે. લોકોની જીવિકા દેશની કૃષિ વ્યવસ્થા પર આશ્રિત છે. તેની અર્થવ્યવસ્થા વરસાદ સાથે જોડાયેલી છે. વરસાદની સ્થિતી અહીં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરે છે. લોકો ચોમાસાની અનુસાર પોતાની ખેતી કરે છે. કારણ કે અહીંના ખેડૂતોને સિંચાઇ માટે વરસાદ પર નિર્ભર રહેવું પડે છે એટલા માટે ભારતમાં વરસાદ માટે વિવિધ માન્યતાઓ અને અંધવિશ્વાસ પણ છે. ભારતમાં લોકો ખાસકરીને ખેડૂતો સારા વરસાદ માટે વિવિધ પ્રકારના અંધવિશ્વાસની ધારણાઓ અને પરંપરાઓને માને છે.

લોકોની માન્યતા છે કે ભગવાન ઇંદ્રના પ્રસન્ન થવાથી સારો વરસાદ થશે. તો બીજી તરફ વરસાદ ન પડે તો દુકાળ પડે છે તો લોકો માને છે કે ભગવાન નારાજ થઇ ગયા છે. ભારતના અલગ-અલગ ભાગોમાં વરસાદને લઇને અલગ-અલગ પ્રકારના અંધવિશ્વાસને લોકો માને છે. નીચે સ્લાઇડરમાં જુઓ એવા 10 અંધવિશ્વાસ જે ભારતના લોકો સારા વરસાદ માટે કરે છે.

મહિલાઓ નગ્ન થઇને ચલાવે હળ તો થશે વરસાદ

મહિલાઓ નગ્ન થઇને ચલાવે હળ તો થશે વરસાદ

ભારતના કેટલાક ભાગમાં વરસાદ માટે વિચિત ટોટકા અપનાવે છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ગામમાં માન્યતા છે કે જો મહિલાઓ રાતના સમયે નગ્ન થઇને ખેતરમાં હળ ચલાવે તો ચોમાસું આવે છે. આ ટોટકામાં મહિલાઓ સમૂહ બનાવીને ખેતરને ઘેરી લે છે જેથી કોઇ અન્ય આ બધુ જોઇ ન શકે. આ દરમિયા અહીં પુરૂષોના આવવા-જવા પર પાબંધી હોય છે.

બેડ નામથી થશે વરસાદ

બેડ નામથી થશે વરસાદ

ચોમાસાને બોલાવવા માટે ''બેડ'' નામનો એક ટોટકો પણ અજમાવવામાં આવે છે. વિદિશાના એક પઠારી કસ્બાની માન્યતા અનુસાર ગ્રામીણ મહિલાઓ ગાજતાં-વાજતાં ખેતર પર અચાનક હુમલો કરી દે છે. ત્યારબાદ ખેતર પર કામ કરી ર હેલા કોઇપણ ખેડૂતને બંધક બનાવી લે છે. ત્યારબાદ ખેડૂતને ગામમાં લઇ જવામાં આવે છે. અહીં બંધક ખેડૂતને દુલ્હનની માફક શણગારવામાં આવે છે. ખેડૂતની વિદાઇ પૈસા આપીને કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી ઇંદ્રદેવ પ્રસન્ન થાય છે.

જાન નિકળતાં જ થશે વરસાદ

જાન નિકળતાં જ થશે વરસાદ

મધ્યપ્રદેશના જ ઇંદોરમાં સારા વરસાદ માટે વિચિત્ર જાન કાઢવામાં આવે છે. ખેડૂતો અને વેપારીઓ મળીને આ જાન કાઢે છે. આ જાનમાં વરરાજાને ઘોડાના બદલે ગધેડા પર બેસાડવામાં આવે છે. આ જાનમાં સામેલ લોકો મસ્ત થઇને ડાન્સ કરતાં ચાલે છે. માનવામાં આવે છે કે આ ટોટકાથી ઇંદ્રદેવ પ્રસન્ન થાય છે અને વરસાદની સંભાવના સારી રહે છે.

કેવી રીતે પ્રસન્ન થશે ઇંદ્રદેવ

કેવી રીતે પ્રસન્ન થશે ઇંદ્રદેવ

ભોપાલના માલવા અંચલમાં સારા વરસાદા માટે જીવિત વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહિલ્યાબાઇ હોલ્કરના સમયથી જીવિત વ્યક્તિઓની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે.

વરસાદ માટે ના જાણે શું-શું

વરસાદ માટે ના જાણે શું-શું

ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને ઉત્તરપૂર્વી રાજ્યોમાં સારા વરસાદ માટે દેડકાં-દેડકીના લગ્ન કરવામાં આવે છે. આ લગ્ન સંપૂર્ણપણે હિંદુ રીતિ-રિવાજો વડે કરવામાં આવે છે. ગામના લોકો દેડકા અને દેડકીના ઘરવાળાના રૂપમાં વેચાઇ જાય છે. ઓરિસ્સામાં તો દેડકાઓને નચાવવામાં પણ આવે છે.

ઇંદ્રદેવ થશે પ્રસન્ન

ઇંદ્રદેવ થશે પ્રસન્ન

બુંદેલખંડમાં સારા વરસાદ માટે મહિલાઓ જંગલમાં થઇને બાટી બનાવે છે. તેને પરિવાર સાથે મળીને વહેંચીને ખાઇ છે. પૂજા પાઠ પણ કરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આનાથી ઇંદ્રદેવ ખુશ થશે અને સારો વરસાદ થશે.

ભગવાન શિવ કરાવશે પૂજા

ભગવાન શિવ કરાવશે પૂજા

મધ્યપ્રદેશના કેટલાક ગામડાઓમાં માન્યતા છે કે શિવલિંગને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડી રાખવાથી સારો વરસાદ થશે અને તેનાથી ચોમાસું જોરદાર આવશે.

વરસાદ માટે ટોટકા

વરસાદ માટે ટોટકા

મધ્યપ્રદેશના જ ખંડવા જિલ્લાના બીડમાં લોકો મંદિર પરિસરમાં ટોટકા કરે છે. ગામના લોકો મંદિરના કેમ્પસમાં ખાલી માટલા જમીનમાં દાટી દે છે અને સારા ચોમાસા માટે પ્રાર્થના કરે છે.

વરસાદ માટે માન્યતા

વરસાદ માટે માન્યતા

ઉજ્જૈનના બડનગર તાલુકામાં પંચદશનામ જૂના અખાડાના શ્રી શાંતિપુરી મહારાજે વર્ષ 2002માં વરસાદ માટે જમીનની અંદર 75 કલાકની સમાધિ લીધી. પરંતુ સમાધિ પુરી થયા બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા તો તે મૃત જોવા મળ્યા.

વરસાદ માટે ટોટકા

વરસાદ માટે ટોટકા

મધ્યપ્રદેશ સાગર જિલ્લાના રાહતગઢ વિકાસખંડના શિકારપુર ગામમાં 2002 દુકાળ દરમિયાન જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ગ્રામીણોએ આકરા તડકામાં સુકા ઝાડ સાથે બાંધી દિધા હતા. ગ્રામીણોની માન્યતા હતી કે તેનાથી દુકાળ ખતમ થઇ જશે.

English summary
People in India believe in superstition. Here are top 10 superstitions for good rain in various states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X