For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના સીએમ પદને લઇને બબાલ, ગોયલના બાગી તેવર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013 નજીક આવી ગયા બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદને લઇને બગાવત છેડાઇ ગઇ છે. ભાજપના દિલ્હી પ્રદેશના અધ્યક્ષ અને સૌથી સશક્ત નેતા વિજય ગોયલએ બાગી વલણ અપનાવી લીધા છે. ગોયલ પાર્ટી દ્વારા પોતાની અવગણના કરવામાં આવવાથી નારાજ છે. તેમણે ધમકી આપી છે કે, જો ડોક્ટર હર્ષવર્ધનને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા તો તે પાર્ટી માટે કામ નહીં કરે.

viajaygoel
એક એક્ઝટ પોલના નિર્ણય બાદ ભાજપમાં એવા સમાચાર ફેલાઇ ગયા છે કે, પાર્ટી અધ્યક્ષ વિજય ગોયલને સાઇડલાઇન કરીને ડો. હર્ષવર્ધનને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી રહી છે. આ અહેવાલ બાદ પાર્ટી હવે ડેમેટ કન્ટ્રોલ મોડમાં આવી ગઇ છે. પાર્ટીના આ નિર્ણય વિરુદ્ધ અવાજો બુલંદ થયા છે. ગોયલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે અને તેમને જણાવ્યું છે કે, કેવી રીતે પાર્ટીના કેડરને એક કરી શકાય. તેવામાં જો તેમને સીએમ પદના ઉમેદવાર બનાવવામાં નહીં આવે તો તે પાર્ટી માટે કામ કરવાનું બંધ કરી દેશે.

આ વર્ષે જ એપ્રિલમાં ગોયલને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલમાં તેમની છબી નીચે જતી જોઇને ગોયલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે, ઓપિનિયન પોલમાં મને શીલા દિક્ષિત વિરુદ્ધ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલના નિર્ણયને જોઇએ તો મારી પાર્ટી આગળ છે. તે નંબર વન છે. તેમણે કહ્યું કે સીએમ પદના ઉમેદવારનો નિર્ણય જનતા, પાર્ટી અને ઓપિનિયન પોલથી થશે.

English summary
A virtual tug of war has broken out in Delhi BJP over the choice of Delhi's chief ministerial candidate, with strong contender Vijay Goel getting support from all 14 district presidents, and the party high command inclined in favour of former minister Harsh Vardhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X